JUNAGADHJUNAGADH CITY / TALUKO

હવામાન ખાતાની મહત્તમ તાપમાનની આગાહી હાલના સમયમાં અસહય તાપ કે લુ થી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું

સનસ્ટ્રોક–લૂથી બચવા સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, વૃદ્ધો તથા અશક્ત અને બિમાર વ્યકિતઓએ વિશેષ કાળજી લેવી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હવામાન ખાતાની આગામી દિવસોમાં મહત્તમ તાપમાનની આગાહી છે ત્યારે ગરમી(લૂ)ની અસરથી બચવા માટેના જૂનાગઢ આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વ્રારા હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખેત મજૂરો રોડકામ તથા બાંધકામ કરતા મજુરોને સન- સ્ટ્રોક (લૂ) લાગવાની શક્યતા ધણી વધારે છે, જેથી જૂનાગઢ જિલ્લાની જનતાને સનસ્ટોક(લૂ) થી બચવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
લૂ લાગવાના (સનસ્ટ્રોક)ના લક્ષણોમાં માથુ દુખવુ, ૫ગની પીંડીઓમા દુખાવો થવો, શરીરનું તા૫માન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સા,મા ખેંચ આવવીનો સમાવેશ થાય છે.
આરોગ્યલક્ષી અન્ય જરૂરી સૂચનોઓ બહાર પાડવામાં આવી છે, જેમા સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શકય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું, લૂ લાગવાની સ્થિ તીમાં લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમા પીવા, ગરમીમાં શકય હોય ત્યાંલ સુધી બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમ્યાન ઠંડક અને છાયામા રહેવું, ગરીમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા ક૫ડા ૫હેરવા. ટોપી, ચશ્માા, તથા છત્રીમાં માથુ ઢકાય તેમ ઉ૫યોગ કરવો, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃઘ્ધો તથા અશક્ત અને બિમાર વ્યાકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, ગરમીમા બજારમાં મળતો ખુલ્લોં વાસી ખોરાક ખાવો નહી, બજારમા વેચાતા બરફનો ઉ૫યોગ ટાળવો, આર્યુવેદની દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા ૫લાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી તેમજ તરબુચનો ઉ૫યોગ સવારે અને બપોરે કરવો, લૂ લાગવાના કિસ્સા ઓમા જો તાત્કારલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો “હીટ સ્ટ્રોોક” જેવી ગંભીર સમસ્યાા બની શકે છે.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય” કેન્દ્ર કે, સરકારી દવાખાનાનો સં૫ર્ક કરવો. આમ, ગભરાટ વગર સમજદારી અને સાવચેતી એજ સહેલો ઉપાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!