BHESANAJUNAGADH

ભેસાણના રાણપુર ગામે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

દર અઠવાડિયે એક વખત શિક્ષકો વાલીઓ સાથે એમના બાળકોના શિક્ષણ અંગે સંવાદ કરે: કલેક્ટર

૦૦

ભેસાણ તાલુકાના રાણપુર ગામે આજે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ તા. ૨૬  રાણપુર પે સેન્ટર શાળા અને કન્યા શાળાના સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કલેકટર શ્રી એ બાળકોને પ્રોત્સાહિત કરી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. કલેક્ટર શ્રી એ રાણપુરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા વાલીઓ જાગૃત છે તે અંગે અભિનંદન આપ્યા હતા.

કલેકટરે શિક્ષકોને અઠવાડિયે વાલીઓ સાથે મુલાકાત કરી બાળકોના શિક્ષણ અંગે સંવાદ કરવા અને જે બાબતો પર બાળકને ધ્યાન આપવાનું જણાય તે અંગે ચર્ચા કરી બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઈ ભાયાણી, અગ્રણી શ્રી ચંદુભાઈ ઉસદડ, સરપંચ શ્રી માધાભાઈ, અગ્રણી શ્રી નટુભાઈ પોંકિયા ઉમેશભાઈ બાંભરોલીયા, ભેંસાણના પત્રકારો, તેમજ આરોગ્ય કેન્દ્રના તબિબ, શાળાના આચાર્ય અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button