
અજાબ ગામે કટલેરી બજાર વ્યાસ ગરબી ચોક બહુચરાજી મંદિર ના પટાંગણમાં શ્રી યુવા કથાકાર શ્રી પ્રશાંત વ્યાસજી ના વ્યાસ પીઠે જુનાગઢ નિવાસી કોપરેટર ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ ત્થા ચેતનભાઇ શામજીભાઇ વ્યાસ પરિવારના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માં સતાધાર ના ગાદિપતી મહંત શ્રી પુજય શ્રી વિજય બાપુ દ્વારા હાજર રહી શુભેચ્છા પાઠવી હતી અને બહુચરાજી મંદિર ખાતે આરતી પુજા અર્ચના કરી હતી ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો તેમજ કથા માં આવતા ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે નદં મહોત્સવ, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મ મહોત્સવ, ગીરીરાજ દર્શન તેમજ દરરોજ રાત્રે ભજન કિર્તન ની રમઝટ સાથે અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે વિશાળ સંખ્યામાં ભક્તો કથા લાભ રહ્યા છે કાર્યક્રમ નું સફળ સંચાલન બહુચરાજી મંદિર ગાદીપતિ અભય વ્યાસ અને બહુચરાજી યુવક મંડળ ના સ્વયમ સેવકો અને માઈભક્તો દ્વારા સુંદર રિતે કરવામાં આવી રહ્યું છે બટુક ભોજન, ગોરણી ભોજન, પક્ષી ને ચણ, કિડીયારુ પુરીને દરેક જીવો ને તૃપ્ત કરીને ભાગવત સપ્તાહ ની 25/4 પુર્ણાહુતી થશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





