
કેશોદ ના સોની સમાજ ખાતે ધાર્મિક ભાવનાને ઉજાગર કરતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. પવિત્ર ભાગવત કથાના આ આયોજનમાં ભક્તજનોને ધર્મ, ભક્તિ અને સંસ્કારનું અમૃતપાન કરાવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મંગલમય પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહ દરમિયાન જાણીતા કથાકાર શાસ્ત્રીજી શ્રી પિયુષભાઈજી મહેતા (જૂનાગઢ) ના મુખારવિંદેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. કથા દરમિયાન ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન સાથે સંસ્કાર અને સદાચારના મૂલ્યોનો સંદેશ આપવામાં આવશે. આ આયોજન અંતર્ગત પોથીયાત્રા, કપિલ પ્રસંગ, ધ્રુવ પ્રસંગ, વામન પ્રસંગ, રામ પ્રસંગ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, શ્રી કૃષ્ણ-રુક્મણી વિવાહ, સુદામા ચરિત્ર તેમજ કથા વિરામ-પૂર્તિ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. ઉપરાંત હંડોળા રાસ, મહાપ્રસાદ અને ફૂલોના હોલી ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવે તે માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કથાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આયોજકો દ્વારા કેશોદ તેમજ આસપાસના વિસ્તારના ભક્તજનોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 




