JUNAGADHJUNAGADH CITY / TALUKO

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણીઓને વિવિધ ઉપાયો દ્વારા ગરમીથી રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું

તાપમાન વાળી ઋતુ દરમ્યાન તમામ પ્રાણીઓ માટે પુરતા પ્રમાણમાં જરૂરી તથા ગુણવત્તા સભર ખોરાક અને પાણી ઉપલબ્ધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે હાલમાં શરુ થયેલા ઉનાળાના તાપ અને ગરમી થી રક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણીઓને વિવિધ ઉપાયો દ્વારા ગરમીથી રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને આ ઉચ્ચ તાપમાન વાળી ઋતુ દરમ્યાન તમામ પ્રાણીઓ માટે પુરતા પ્રમાણમાં જરૂરી તથા ગુણવત્તા સભર ખોરાક અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. તેમ છતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના ખોરાક અને શરીરને પુરતા પ્રમાણમાં પાણી અને પુરતા પોષકતત્વો જે ઉનાળાની ઋતુ માટે જરૂરી હોય એ સક્કરબાગના વેટરનરી ડોકટરો દ્વારા તે મુજબના એમના ખોરાક એટલેકે ” Summer Season Diet “નું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓને ઓ.આર.એસ. સપ્લીમેન્ટસ તથા બરફ અને ફ્રોઝન ફ્રુટ ક્યુબ આપવામાં આવેલ છે. એજ રીતે ઝૂ બાયોલોજીસ્ટ અને તેમની સાથે ફોરેસ્ટ સ્ટાફ સાથે રહીને એમના માટે “Seasonal Enrichment”  જેમાં પાંજરાની અંદર પ્રાણીના વર્તન અને મૂળભૂત રહેણાંકને ધ્યાનમાં લયને એમના પાંજરામાં ઠંડક અને તાપમાન એમના શરીરને અનુકુળ રહે તે રીતે સીઝનલ એનરીચમેન્ટ થી અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે. જેમાં પ્રાણી અને પક્ષીઓને વોટર સ્પ્રીંકલર ની વ્યવસ્થા તથા આર્ટીફીસીયલ નેસ્ટ તથા તમામ એન્ક્લોઝર માં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડ પોન્ડ અને ડાઇટમાં ફેરફાર કરી પ્રાણી તથા પક્ષીઓને ડીહાઈડ્રેશનના થાય તેની પૂરી તકેદારી લેવામાં આવે છે, જેના લીધે તેમના શારીરિક અને માનસિક વર્તનમાં ફાયદો રહે છે.
નિયામકશ્રી, સક્કરબાગ ઝુ, અક્ષય જોશીનાં સીધા માર્ગદર્શન હેઠળ ક્યુરેટરશ્રી, વેટરનરી ડોક્ટર, ઝૂ બાયોલોજીસ્ટ, પેરા મેડીકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વન્યપ્રાણીઓનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી તથા ગુજરાત વન વિભાગ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન્સનો ઉપયોગ કરી વન્યપ્રાણી અને પક્ષીની સંભાળ લેવામાં આવેલ છે. તમામ વન્યપ્રાણીઓનું સતત સી.સી.ટી.વી. થી હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!