JUNAGADHJUNAGADH CITY / TALUKO
વંથલીના નાંદરખી ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં
વંથલીના નાંદરખી ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકાર દ્વારા વિવિધ જનસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ હેઠળ સ્વચ્છતા સપ્તાહ અભિયાન પણ ચાલી રહ્યું છે.વંથલી તાલુકાના નાંદરખી ગ્રામ પંચાયત ખાતે જાહેર શેરીની સફાઈ કરી વરસાદ પહેલાનાં પડેલા કચરાનો નિકાલ કર્યો હતો. ગટર પાસે ભરાયેલ કચરાની સફાઈ કરવામાં આવી હતી. જેમાં સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગામ આગેવાનો તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ વગેરે જોડાયા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





