JUNAGADHJUNAGADH CITY / TALUKO

વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો

વંથલીના શાપુર ગામે ગ્રામજનોએ સરકારી સેવાઓનો લાભ સ્થાનિક સ્તરે મેળવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્તરે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે વંથલીના શાપુર ગામે જન કલ્યાણ શિબિર યોજાઇ હતી, જેમાં શાપુર સહિત આસપાસના ગામના નાગરિકોએ સ્થાનિક સ્તરે જુદી જુદી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો.વંથલીના પ્રાંત અધિકારી શ્રી કે.પી. ગોહિલે જણાવ્યું હતું કે, જન કલ્યાણ શિબિર દ્વારા લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે જુદા જુદા વિભાગ અને કચેરીઓના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહે છે. અહીં જરૂરી પ્રમાણપત્રો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પણ લાભાર્થીઓને મળે તે માટે જરૂરી પ્રયાસો કરવામાં આવે છે. જન કલ્યાણ શિબિરના લાભાર્થી અને શાપુર ગામના રહેવાસી મનોજભાઈ ભલાણી જણાવે છે કે, જન કલ્યાણ શિબિરના માધ્યમથી લોકોના કામ ખૂબ સરળતા અને સંતોષપૂર્વક થાય છે. અહીં આધાર કાર્ડ સંલગ્ન કામગીરી સહિત અન્ય દાખલાઓ કાઢી આપવામાં આવે છે. આ માટે જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહે છે, તેમજ આરોગ્ય સેવાઓનો લાભ પણ મળે છે. મારો આવકનો દાખલો પણ અહીં ખૂબ સરળતાથી નીકળી ગયો છે. તેમ તેમણે જણાવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!