JUNAGADHMANGROL

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ

જૂનાગઢ,તા. ૧  તરીકે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ તા.૭  મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.

 માંગરોળ તાલુકાના  કાંકસા, સુલતાનપુર, ચાખવા ગામે તાલુકા હેલ્થ ઓફિસના કર્મયોગીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી હતી. આ રેલીમાં શાળાના બાળકો ઉત્સાહભેર  જોડાયા હતા. અને મતદાન જાગૃતિ અંગેના સંદેશો ગ્રામજનોને આપ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!