કડાણા તાલુકા નો બનાવ… જાતિનું પ્રમાણપત્ર ન મળતા પિતાએ કરી આત્મહત્યા..??!!
મહિસાગર :-
અમીન કોઠારી….
જાતિનું પ્રમાણ પત્ર ન મળતા પિતાએ કરી આત્મહત્યા..??!!
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાણકપુર ગામનો બનાવ …
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાણકપુર ગામના વતની ઉદાભાઈ ડામોરે પોતા ની પુત્રી ના જાતિના દાખલા માટે અવારનવાર કડાણા મામલતદાર કચેરીમાં ધક્કા ખાધા હતા. મામલતદાર કચેરી દ્વારા તેમની પાસે યોગ્ય પ્રમાણપત્રો માંગવામાં આવ્યા હતા. છતાં પણ ઉદાભાઈ ડામોરને પુત્રી માટે જાતિનું પ્રમાણપત્ર ન મળતા છેવટે હારી થાકીને કંટાળીને તેમને ગામની સીમમાં આવેલ ઝાડ ઉપર લટકીને આત્મહત્યા કરી હોવાનું બનાવ સામે આવ્યો છે.
મૃતકના પરિવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, કડાણા મામલતદાર કચેરી દ્વારા ઉદાભાઈ ને અવારનવાર દાખલા બાબતે ધર્મ ધક્કા ખવડાવતા હોવાથી તેમનો સમય અને પૈસા નો બગાડ થયો અને છેલ્લે તેમને મનમાં લાગી આવતા તેમને ગામની સીમમાં આવેલ ઝાડ ઉપર લટકીને આત્મહત્યા કરી હોવાનું જણાવેલ છે.
આત્મહત્યા કરનાર મૃતકના પરિવાર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મૃતકના મૃતદેહ પાસે સુસાઈટ નોટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે અને એ સુસાઇડ નોટ ને આધારે અને પરિવારના આક્ષેપો ના આધારે પોલીસ તંત્ર દ્વારા આ
ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોનો કહેવું છે કે આ આત્મહત્યા ની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો જ સત્ય સામે આવશે.