GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતીની ઉજવણી કરાઇ
તારીખ ૦૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા આજરોજ તારીખ ૦૨/૧૦/૨૦૨૪ ના બુધવારના રોજ સવારે દસ કલાકે કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના એસસી સેલના ઉપપ્રમુખ રાજુભાઈ પરમાર કાલોલ કોંગ્રેસ પરિવારના વરિષ્ઠ આગેવાનો ચંદ્રસિંહ સોલંકી (દાજી) તથા ખ્રિસ્તીસર,કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયસિંહ રાઠોડ,કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર તેમજ કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.