કાલોલ નગરપાલીકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા, બાગ, સ્વચ્છ ભારત મિશન અને ગટર યોજના ના કામો ની શરૂઆત બાબતે માહિતી આપી.

તારીખ ૧૨/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સ્થાપીત હિતો દ્વારા કાલોલ નગરપાલીકા સામે ખોટો પ્રચાર કરાઈ રહ્યો છે
કાલોલ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતા દ્વારા નગરપાલીકા સામે ચલાવવામાં આવી રહેલ આક્ષેપો અંગે પોતાની વાત રજુ કરતા જણાવેલ છે કે નગરપાલીકા સામેના આક્ષેપો તદન ખોટા છે નવી બોડી ફેબ્રુઆરી ૨૦૨૫ મા બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી શાસીત કાલોલ નગરપાલીકા દ્વારા ચાલુ વર્ષે નવરાત્રી પહેલા ૧.૯૨ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓના રીસર્ફેસિંગ નું કામ શરૂ કરવામાં આવ્યું જેમા 18 રસ્તા પૈકી ત્રણ રસ્તા બની ચૂક્યા છે ચોથો રસ્તો પ્રગતિમાં છે. નગરપાલિકા પાસેનું વર્ષો જૂનું શૌચાલય તેમજ ચંપી ઉપાધ્યાય ગાર્ડન પાસેનું સૌચાલય 39 લાખ રૂપિયાના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે. કાલોલ નગરપાલિકા પાસે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ નું કામ આશરે 80 લાખ રૂપિયા નો ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે જે પૈકી ૬૦ ટકા જેટલું કામ પૂર્ણ થયેલ છે અને ૪૦ ટકા કામ પ્રગતિમાં છે .૬૯ લાખના ખર્ચે શામળદેવી તળાવડી નું કામ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે. સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત ₹1 કરોડના ખર્ચે ડમ્પિંગ સાઈડ વિકસાવવાનું કામ પ્રગતિમાં છે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન વાર્ષિક રૂપિયા 45 લાખના ખર્ચે તેમજ એપ્રોચ રોડની રોજે રોજ સાફ-સફાઈ નું કામ ₹ ૧૦ લાખ ના વાર્ષિક ખર્ચ ચાલી રહ્યું છે. ૭ કરોડ રૂપિયા ના ભૂગર્ભ ગટર યોજના ના કામો ના વર્ક ઓર્ડર આપેલ છે અને નજીકના સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે. કાલોલ સ્મશાન પાસે ચંપી ઉપાધ્યાય ગાર્ડન તેમજ નગરપાલિકા ગાયત્રી મંદિર ખાતે પાસે કન્સ્ટ્રકશન અને રીનોવેશન વર્ક રૂ ૧.૨૯ કરોડના ખર્ચે વર્ક ઓર્ડર લેવલે છે દોલતપુરા અને ગોળીબાર કોજવે ખાતે ક્રેશ બેરિયર મારવાનું કામ, એલઈડી સ્ટ્રીટ લાઈટ અને ગોબીયન વોલ બનાવવાનું કામ રૂ ૬૫ લાખના ખર્ચે વર્ક ઓર્ડર લેવલે છે. નગરપાલિકા સેવા સદન ગેટ નંબર 2 પોસ્ટ ઓફિસ પાસે રૂપિયા ૮૦ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નો વર્ક ઓર્ડર અપાઈ ગયેલ છે અને ખાતમુહુર્ત બાકી છે. બજાજ શોરૂમથી કાલોલ કોલેજના ગેટ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પેવર બ્લોક એન્ડ પેવર વર્ક નવરચના ગુરુકુલ થી આશરે ૮૯ લાખ રૂપિયાના ખર્ચે વર્ક ઓર્ડર લેવલે છે સ્વર્ણીમ ગ્રાન્ટ 2025/26 ના વર્ષમાં મળવાપાત્ર ₹7 કરોડના કામો જેમાં રોડ રસ્તા તથા વિકાસ કામોનું આયોજન થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થનાર છે. અમૃત ૨.૦ જીયુડીસી અંતર્ગત રૂ ૧૧.૨૫ કરોડનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત હોય અને પાણીના પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ હોવાથી રસ્તા ખોદીને નાખવાનું હોવાથી આ રસ્તાના કામમાં હાલમાં વિલંબ થયેલ છે. આશરે રૂ ૧.૨૯ કરોડ ના ખર્ચે સ્ટ્રોમ વોટર જેમાં ડેરોલ સ્ટેશન મુખ્ય માર્ગ અને સંજીવની હોસ્પિટલની બંને બાજુએ આર એન્ડ બી ની એનઓસી આવ્યા બાદ કામ શરૂ થનાર છે. 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત નગરપાલિકાને પાણીના બે ટેન્કર જેમાં મીની ટેકટર એક અને ટ્રોલી નંગ બે તથા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ત્રણ મીની કન્ટેનર નુ બીડ થયેલ છે. આમ નગરપાલીકા વિરુદ્ધ સ્થાપીત હિતો દ્વારા કરવામાં આવતો અપ પ્રચાર ની તમામ વિગતો ને પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરાંગ દરજી અને પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ દ્વારા રદિયો આપ્યો છે.







