કાલોલ પોલીસે ડુંગરીપુરા ગામે થી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની રીલના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

તારીખ ૧૪/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જિલ્લામાં આગામી આવતા ઉતરાયણ તહેવાર અન્વયે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરવાથી જાહેર માર્ગ ઉપર અવરજવર કરતાં રાહદારીઓ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઈજાઓની દુર્ઘટનાઓ થતી હોય જેથી તેના ઉપર પ્રતિબંધ હોય અને ચાઈનીઝ દોરીનો વેચાણ ન થાય તે સારૂ ચાઈનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી રેડો કરી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓ માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ યુ.એલ.વાઘેલા નાઓ ની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી આધારે “ડુંગરીપુરા ગામે મંદિર ફળીયામાં રહેતો રાહુલકુમાર ખુમાનસિંહ પરમાર તેના કબ્જા ભોગવટા નાં રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરી ની રીલો રાખી વેચાણ કરે છે.તેવી બાતમી આધારે ઉપરોકત બાતમી વાળી જગ્યા એ રેઇડ કરી ચાઇનીઝ દોરીની કુલ રીલ નંગ-૩૦ ની કુલ કિ.રૂ.૬૦૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.





