GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શેર બજારમાં રોકાણ કરી ઉચું વળતર મેળવવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરનાર આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડ્યા

 

તારીખ ૦૨/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના રહીશને શેર બજારમાં રોકાણ કરી ઉચું વળતર મેળવવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરનાર આરોપીઓને કાલોલ પોલીસે ઝડપી પાડ્યા છે. કાલોલ પીઆઇ આર. ડી ભરવાડ, પોસઇ એસ.એલ. કામોળ અને જિલ્લા એલસીબી પોલીસના સંયુકત ઓપરેશન દરમ્યાન ૩ આરોપીઓ રાજસ્થાનના નાગોર જિલ્લા માંથી ઝડપાયા હતાં.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતર પૂર્વે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના રહીશ મેહુલકુમાર બાલમુકુન્દ શાહે ગત વર્ષના જાન્યુઆરી માસમાં શેર બજારમાં રોકાણ કરો તો ફાયદો થશે તેવી સ્કોડઠ એકેડેમી નામથી જાહેરાત આવતા ફરીયાદી મેહુલ શાહને શેર બજારમાં રોકાણ કરવાની ઇચ્છા છતાં તેઓ સ્કોડટ એકેડેમી વીઆઇપી ૭૧ નામના વોટ્સએપ ગૃપમાં જોડાયા હતાં.થોડા દિવસો બાદ તેઓએ અહી રોકાણ કરવાનું મન બનાવી લેતા ગૃપ એડમીન કેથરીલ મુકેલે સાથેની વાતચીતો દરમ્યાન ટે્રડીંગ એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું.જે બાદ કેથરીન મુકુલે અને અન્ય એક એડમીન ક્રીસ ડકર્સની વાતોમાં આવી મેહુલ શાહે ફેબ્રુઆરી ૨૯૨૪માં તબકકા વાર રૂ. ૧,૬૫,૦૦૦ ચાંદ એન્ટરપ્રાઇઝ નાગપુરના ખાતામાં અને રૂ.૭૫,૦૦૦ સહાની એન્ટરપ્રાઇઝ ગુહાટીના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવા સાથે કુલ રૂ. ૨,૯૫,૦૦૦ જેટલી રકમનું રોકાણ કરતાં ફરીયાદીને રૂ. એક લાખ જેટલો નફો એપ્લીકેશનમાં બતાવાયો હતો.જે બાદ આરોપીઓ ઘ્વારા ફરીયાદીને એકસીકોમના આઇપીઓમાં ૭૧૦૦ શેર લગ્યા છે તેમ જણાવી વધુ રૂ.૯,૫૮,૫૦૦ પાંચ માર્ચ પહેલા ભરવા જણાવેલ. જે બાબતે ફરીયાદી પોતે મોટુ રોકણ કરવા સક્ષમ નહી હોવાનું જણાવતા આરોપીઓએ આ રકમ એપ્લીકેશનમાં લોન લઇને જમાં કરી હોવાનું જણાવ્યું હતું. સમય મર્યાદામાં ૮૦% ના વધારા સાથે એકસીકોમના શેરનું લીસ્ટીંગ થતાં એપ્લીશેકનમાં ૭,૧૬,૮૯૦ રૂપિયા નો નફો જણાતાં શેર વેચાણથી આવેલ રૂ. ૧૭૪,૮૯૦ માંથી લોનની રકમ બાદ કરી બાકીના રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનું ફરીયાદીએ જણાવતાં ફરીયાદીઓએ પહેલા લોનની રકમ ભરપાઇ કરવા જણાવેલ જે બાબતે ફરીયાદીને છેતરાયા હોવાનો અહેસાસ થતાં રોકેલ મૂળ રકમ પાછી આપવાની વાત કરી હતી જે બાબતે આરોપીઓએ પહેલા લોનની રકમ જમા કરાવવાનો આગ્રહ કરતા આખરે ફરીયાદી મેહુલને પોતે છેતરાયો હોવાનો પાકો અહેસાસ થતાં તેને કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોૅધાવી હતી.

ફરીયાદીની હકીકતો આધારે સ્થાનીક પોલીસે ઝીણવટભરી તપાસો બાદ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અને ગુનાના કામે સંડોવાયેલા ત્રણ ભેજાબાજ ઇસમો હેમેન્દ્રસિંહ ગજેસિંહ ભાટી ઉ.વ. ૩૦, અવિનાશસિંહ માધોસિહ કાનોસિંહ ભાટી ઉ.વ. ૨૬ બન્ને રહે. સુર્જન્યાવાસ અને જશપાલ જગદીશરામ લવાઇચ ઉ.વ.૨૯ રહે. બોડવા. તમામ જિલ્લો નાગોર રાજસ્થાનની ઘરપકડ કરી હતી.

પોલીસની વ્યાપક પૂછપરછો દરમ્યાન ત્રણેય આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં ગુનાઓ આચરતા હોવા સાથે રકમ જમા કરાવવા હેમેન્દ્ર ભાટી તેના ભાઇની પત્નિ નિલમકુવરનું એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકના ખાતાનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમ્યાન આ ત્રિપૂટીના વધુ ગુનાઓ સામે આવવાની શકયતાઓ છે.

Back to top button
error: Content is protected !!