GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે પ્રોહીબીશન ના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મલાવ ગામે થી ઝડપી પાડ્યો.

તારીખ ૦૭/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિગમાં હતા ત્યારે ખાનગી બાતમીદાર તેમજ હુમન ટેક્નિકલ સોસીસના આધારે ચોક્કસ બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ કલમ હેઠળના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પંકજભાઈ ઉર્ફે ભલો પ્રભાતસિંહ બારીયા રહે.બાકરોલ જી.પંચમહાલ નાઓ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હાલમાં મલાવ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે ઉપરોકત જગ્યાએ જઇ ઉપરોકત આરોપી ને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.





