સણસોલી ગામે રહેણાંક મકાનમાં રેડ કરી કાલોલ પોલીસે વિદેશી દારૂનો ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
તારીખ ૧૮/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ અને પીએસઆઇ બીબી કાતરીયા પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતા હતા. નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વી જે રાઠોડના ખાનગી બાતમીદાર દ્વારા તેઓને ચોક્કસ માહિતી મળેલ કે કાલોલ તાલુકાના સણસોલી ગામે ખેડા ફળિયામાં રહેતો વિજયસિંહ સોમસિંહ રાઠોડ તેના મકાનમાં રસોડાના ભાગમાં ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે આધારે પોલીસે રેડ કરતા ખુલ્લુ ઘર જોવા મળેલ પોલીસે ખુલ્લા ઘરમાં રસોડાના ભાગમાં ખૂણાના ભાગે તેમજ છાજલીના ભાગે અલગ અલગ ખાખી કલરના પુઠાની પેટીઓ મળી આવેલ જે તમામ પેટીઓની ગણતરી કરતા દારૂ અને બિયર ભરેલા જુદી જુદી બ્રાન્ડના ટીન તથા કાચ અને પ્લાસ્ટિકના ક્વાર્ટર મળી આવ્યા હતા કુલ મળીને 1276 બોટલ જેની કિંમત રૂ 3,06,240/ નો મુદામાલ કબજે કરી વિજયસિંહ સોમસિંહ રાઠોડ સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.