GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વીજ વાયર ચોરો ને કાલોલ પોલીસે કણેટીયા પાસેથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

 

તારીખ ૦૯/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ભરવાડ નાઓ ને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે”કાલોલ તાલુકાના કણેટીયા ગામે નર્મદા મુખ્ય કેનાલ પાસે રોડ ની સાઈડ માં એક ભૂરા કલર ની મારુતિ સુઝુકી કંપની ની ઝેન ગાડી જીજે-૦૭-આર-૫૬૨૨ નંબરની પડેલ છે અને તેની પાસે રોડ ની સાઈડ માં નીચે ઝાડી ઝાંખરા માં ત્રણ ઈસમો વીજવાયરો નું કટર થી કટિંગ કરી વેચાણ કરવાની પેરવીમાં છે.જે બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ સદર જગ્યા એ તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળી ગાડી મળી આવેલ હોય અને તેની પાસે રોડ ની સાઈડ માં નીચે ઝાડી ઝાંખરામાં ત્રણ ઈસમો વીજ વાયરો લઇ કટિંગ કરવાની પેરવીમાં હતા જેથી સદર ઇસમોને તેઓ ની પાસે રહેલ વીજવાયરો વિષે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી સદર ઈસમો પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ વિશ્વાસ માં લઈ પૂછપરછ કરતા સદર ઈસમો એ જણાવેલ કે ગઈ તા.૧૯/૦૧/૨૦૨૫ નાં રોજ રાત્રી નાં સમયે જેલી ગામની સીમમાં આવેલ ભારે દબાણની વાયરો કાપી વાયરો ની ચોરી કરી ગયેલ હોવાનું કબુલાત કરેલ હોય જેથી વીજવાયર ચોરી નો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી હીતેશભાઈ ખાતુભાઇ વણકર રહે.બલેટીયા તાલુકા કાલોલ (૨)અસલામ ઈસ્માઈલ સમોલ રહે.ગોધરા (૩)હજરત બીલાલ અહેમદહુસેન બચલા રહે.ગોધરા વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!