GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના લજાઈ ગામે વાડીએ લાઈટનું કામ કરતા ખેડૂતને વીજશોક લાગતા મોત નિપજ્યું

 

TANKARA ટંકારાના લજાઈ ગામે વાડીએ લાઈટનું કામ કરતા ખેડૂતને વીજશોક લાગતા મોત નિપજ્યું

 

તાલુકાના લજાઈ ગામની સીમમાં વાડી વિસ્તારમાં લાઈટનું કામ કરી રહેલા એક ૫૧ વર્ષીય આધેડને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


​મળતી વિગત મુજબ, લજાઈ ગામના રહેવાસી રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉ.વ. ૫૧) ગત ૧ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે પોતાની વાડીએ પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન લાઈટમાં કોઈ ખામી સર્જાતા તેઓ વીજ થાંભલા પર ચડીને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જીવંત વીજ વાયર સાથે સંપર્ક થતા તેમને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.વીજ કરંટ લાગવાને કારણે રામરાજસિંહ થાંભલા પરથી નીચે પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.અમદાવાદ ખાતે લાંબી સારવાર બાદ અંતે આધેડે દમ તોડ્યો હતો. આ દુખદ ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!