કાલોલ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડીયા ની ઉપસ્થિતિમાં યોજાઈ

તારીખ ૨૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડીયા પ્રદેશ આઇ ટી સેલ, પ્રદેશ મંત્રી,ઝોન પ્રભારી ની હાજરી માં કાલોલ તાલુકા સંગઠન ની મીટીંગ વેજલપુર ગામે આવેલ ધર્મેશવર મહાદેવ મંદિર પાસે જન સહાસ ન્યૂઝ ની ઓફિસ ખાતે યોજાય હતી જેમાં સર્વાનુમતે તાલુકા પ્રમુખ ને રીપિટ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લા ઉપ્રમુખ તરીકે મહેશ ભાઈ રાઠોડ ને નિયુક્તિ સાથે ઇન્ચાર્જ પ્રમુખ નો હવાલો સોંપવામાં આવ્યો હતો અને પંચમહાલ જિલ્લા અધિવેશન ટુંક સમયમાં યોજવાનો હોવાનું જણાવ્યું હતું અને તેની જવાબદારી સોંપી સાત જણ ની કમિટી ની રચના કરી સફળતાપૂર્વક પંચમહાલ જિલ્લા નું અધિવેશન આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પંચમહાલ જિલ્લા પ્રમુખ એક માસ અંગત કારણો સર રજા મૂકતા એમની રજા સુધી ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નવનિયુક્ત ઉપ્રમુખ મહેશ ભાઈ રાઠોડ કાર્ય સંભાળશે,જિલ્લા પ્રમુખ ને વિશ્વાસમાં લઈ એમના વતી કાર્યક્રમો કરશે તેવું જણાવ્યું હતુ મિટિંગમાં તાલુકાના પત્રકારો ની હાજરી.અને ફરી જાગેલો ઉત્સાહ આવનાર અધિવેશન ને સફળ બનાવવા સૌને કાર્ય કરવા,દરેક પત્રકારો ના સભ્ય ફોર્મ ભરવા,તેમજ તાલુકા કારોબારી પૂર્ણ રૂપે બનાવી ફોર્મેટ ભરી જિલ્લા પ્રમુખ ને પહોંચતી કરવા,અને જિલ્લા અધિવેશન ની રૂપરેખા સાથે આમંત્રણ આપવામા આવે તેમ જણાવ્યું હતું પત્રકારો ને કોઈ પગાર આપવામાં આવતો નથી તેમ છતાં પત્રકારો રાત દિવસ દરેક ઋતુ માં જીવના જોખમે પત્રકારીતા કરી સેવા આપતા હોય છે અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવેલ કે સરકાસ પાસે હમારી ( ૧૫ ) થી વધુ પત્રકારો ના પ્રશ્નો ની માંગ ની કરવામાં આવેલ છે જેમાંથી (૯) જેટલા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે જેમાં પત્રકારો ને દશ લાખ નો વીમા કવચ આપવામાં આવે અને પત્રકાર કોલોની બનાવી તમામ પત્રકારો ને આવાસ યોજના માં સમાવિષ્ટ કરવામાં આવે તેમજ તમામ પત્રકારો ને જિલ્લા તેમજ તાલુકા લેવલે પત્રકારો માટે ઓફિસ ની વેવસ્તા કરવામાં આવે અને સરકાર દ્વારા પેપર માલિકો ને જે જાહેરાતો ઓછી કરવામાં આવી છે તે ફરીથી શરૂ કરવામાં આવે અને નાના માં નાના પત્રકારો ને સન્માન આપવામાં આવે તેવા અનેક પ્રશ્નો ની માગણી કરવામાં આવી છે અને પત્રકાર એકતા પરિસદ માં કોઈ પણ પત્રકાર પાસેથી કોઈપણ જાતની ફી વસુલાત કરવામાં આવતી નથી તેવું જણાવ્યું હતુ અને પત્રકાર એકતા પરિષદમાં કોઈપણ હોદેદારો કાયમી રહેતા નથી દર હડી વર્ષે તમામ હોદેદારો ની ચૂંટણી ઢબે વરની કરવામાં આવે છે તેમ જણાવ્યું હતુ.






