હૈદરાબાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા હિફ્જ-એ-કુરાન સ્પર્ધામાં કાલોલની બે દીકરીઓનું બહેતરીન પ્રદર્શન..

તારીખ ૧૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હૈદરાબાદ ખાતે ઓલ ઇન્ડિયા હાફિઝ-એ -કુરાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને હાફિઝ-એ-કુરાનનો અરબીમાં ખૂબ જ સુંદર અર્થ થાય છે. હાફિઝ એ અરબી શબ્દ હિફ્ઝ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ કોઈપણ વસ્તુને યાદ કરવું એવો થાય છે. જેના પરથી હાફિઝા એવો સ્ત્રીલિંગ શબ્દ બને છે. અર્થાત્ ખૂબ જ મહેનત અને પરિશ્રમથી સંપૂર્ણ કૂરાન ને પાક યાદ કરવાની સ્પર્ધાનું આયોજન હૈદરાબાદ ખાતે થયું હતું.જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરની બે મુસ્લિમ દીકરીઓ હાફિઝા ઇલ્મા આશીફ મન્સૂરી તથા હાફિઝા ઝૈનબ આશીફ મન્સૂરીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ બહેતરીન પ્રદર્શન કર્યું હતું.ગતરોજ ઐતિહાસિક શહેર હૈદરાબાદમાં દારુલકિરાત અલહસનૈન (દારુલકીરાત અલબાસિતિયા કદમ મુલ્ક પેટ હૈદરાબાદ) દ્વારા દેશસ્તરની પ્રથમ અને અનોખી હિફ્જ-એ-કુરાન સ્પર્ધા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ યોજાઈ હતી આ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ હોટેલ અનમોલમાં યોજાયો જેમાં કુલ ૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કાલોલ શહેર ની બે દિકરીઓ નો પણ સમાવેશ થયો હતો જ્યાં પ્રથમ સ્થાને ભટકલની આયેશા ફિદા બિન્તે હાફિઝ હશમતુલ્લા રુકનુદ્દીન અને નૂહ, મેવાતની સૈયદાબાનુ બિન્તે ઈમરાન ખાને પ્રાપ્ત કર્યું, જ્યારે બીજા સ્થાન પર રત્નાગિરીની મફરૂહા બિન્તે નૂરમુહમ્મદ તેમજ નંબર પાંચ પર ઈલ્મા આશીફ મન્સુરી અને નંબર આંઠ પર ઝયનબ આશીફ મન્સુરી આવ્યા છે પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને ૩૭,૫૦૦ રૂપિયાનું રોકડ ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી, જ્યારે બીજા સ્થાન માટે ૧૫,૦૦૦રૂપિયાનું રોકડ ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને કાલોલ શહેર ની ફાઇનલમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકાને ૨,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન મોલાના કારી મોહમ્મદ અલીખાનની અધ્યક્ષસ્થાને થયું હતું. કાર્યક્રમના એક જવાબદાર મોલાના મોહિયુદ્દીન સોહેલે સાહબે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, હિફ્જ-એ-કુરાનની સ્પર્ધાઓ સામાન્ય રીતે પુરુષો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત થાય છે, પરંતુ દેશભરમાં હવે મહિલા હાફિઝાઓની સંખ્યા પણ વધી રહી છે અને વિવિધ શહેરોમાં તેમના માટે સંસ્થાઓ સ્થાપિત થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને મહિલા હાફિઝાઓ માટે પણ એક દેશસ્તરનું હિફ્જ-એ-કુરાન સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી થયું હતું જ્યાં સ્પર્ધા કુલ ચાર રાઉન્ડમાં યોજાઈ હતી ત્યારે સ્ક્રિનિંગ રાઉન્ડ, એલીમિનેશન રાઉન્ડ સેમી-ફાઇનલ અને ફાઇનલ પ્રથમ રાઉન્ડ માટે ૧૪૨ સ્પર્ધકોએ અને બીજા રાઉન્ડ માટે ૧૨૪ અને ત્રીજા રાઉન્ડ માટે ૪૧ સ્પર્ધકોએ ક્વોલિફાય કર્યું હતું. આ ત્રણેય રાઉન્ડ ઓનલાઇન યોજાયા હતા, જ્યારે ફાઇનલ રાઉન્ડ ઓફલાઇન હતો, જે ગત રવિવારે હોટેલ અનમોલ માં યોજાયો હતો જેમાં ફાઇનલ રાઉન્ડમાં ૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો અને આ કાર્યક્રમ ચાર સત્રોમાં વહેંચાયેલો હતો. સવારે ૧૦ વાગે શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે લગભગ ૧૧ વાગે પૂર્ણ થયો. તમામ હાફિઝાઓ માટે રહેઠાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા સંસ્થાની તરફથી કરવામાં આવી હતી.





