GUJARAT

ખાદી ગ્રામોદ્યોગ મંત્રી સવરૂપજી ઠાકોરે થરાદ શિવનગર બહેનો ની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ખાદી ઉદ્યોગ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે વાવ-થરાદ વિસ્તારના શિવનગર ખાતે કાર્યરત હસ્તકલા ખાદી કાપડ વર્કશોપની મુલાકાત લઈ બહેનોના કાર્યને બિરદાવ્યું હતું।

સરહદી વિસ્તારની બહેનો દ્વારા પરંપરાગત હસ્તકલાથી તૈયાર થતા ખાદી કાપડને નિહાળી મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી અને મહિલાઓની મહેનત, આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભર બનવાની ભાવનાને પ્રેરણાદાયી ગણાવી હતી।

આ વર્કશોપ માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ સ્થાનિક કળા, સ્વાભિમાન અને “વોકલ ફોર લોકલ”ના સંકલ્પને મજબૂત બનાવતું જીવંત ઉદાહરણ બની રહ્યું છે।

ખાદી દ્વારા ગ્રામ્ય મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની રહી છે અને પોતાના પરિવાર સાથે સમગ્ર વિસ્તારના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે।

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવી પહેલો ગામડાંઓમાં સ્વરોજગાર વધારવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે।

શિવનગરની બહેનોની સર્જનાત્મકતા અને પરિશ્રમ આજે સમગ્ર વાવ-થરાદ વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે આ મુલાકાત દરમિયાન થરાદ નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!