DAHODDHANPURGUJARAT

ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો

તા.૧૩.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો.આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ ઓફિસરો, પીએચસી સુપરવાઈઝરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, મહિલા આરોગ્ય કાર્યકરો, આશા ફેસિલિટેટરો તેમજ આશા બહેનોનો સક્રિય અને નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો.આ પ્રકારના આરોગ્ય કેમ્પોના આયોજન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીઓની વહેલી તકે ઓળખ કરી અસરકારક સારવાર તરફ દોરી શકાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું વ્યાપક આયોજન કરી જનતાને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!