GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાએ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિધ્ધિ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી: તા.૧૫ ચીખલી તાલુકાની ખાંભડા પ્રા. શાળાની ધોરણ 5- ની વિદ્યાર્થીની આલીયા વિપુલભાઈ પટેલે જ્ઞાનસેતુ (CET) પરીક્ષામાં નવસારી જિલ્લામાં ૪થો ક્રમાંક અને ચીખલી તાલુકામાં પ્રથમ કમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે .
રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જ્ઞાનસેતુ (CET) પરીક્ષા ૨૦૨૫માં ચીખલી તાલુકાની ખાંભડા પ્રા.શાળાના ધોરણ-૫ ના કુલ ૧૩ (તેર) વિધાર્થીઓ મેરીટમાં આવતા શાળા પરિવાર તથા એસ.એમ.સી. સભ્યો એ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસરશ્રી વિજયભાઈ નાયકા , બી.આર.સી અશ્વિનભાઈ પટેલ , સી.આર.સી જીતુભાઈ તથા યુવા સરપંચથી પરેશભાઈ તથા શાળા પરિવાર દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા