GUJARAT

MORBI:મોરબીની  ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ‘બેગલેસ ડે’ અને ‘શૈક્ષણિક કીટ વિતરણ’ સાથે જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી યોજાઈ

MORBI:મોરબીની  ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ‘બેગલેસ ડે’ અને ‘શૈક્ષણિક કીટ વિતરણ’ સાથે જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી યોજાઈ

તા. 08 ઓગસ્ટ 2026, શનિવારના રોજ શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા, તાલુકો તથા જિલ્લો મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. શાળામાં ‘બેગલેસ ડે’ ની ઉજવણીના ભાગરૂપે બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

રમત-ગમત સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ માટે વાંદરાની પૂંછડી ખેંચ, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, પેન્સિલ બોટલ, લીંબુ ચમચી, લોટ ફૂંકણી, કોથળા દોડ તથા ત્રિપગી દોડ જેવી રસપ્રદ રમતો યોજવામાં આવી હતી. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપીને બિરદાવવામાં આવશે. રમતોનું સુંદર માર્ગદર્શન અને આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી ઈશ્વરલાલ કે. સાવરિયા દ્વારા આસિસ્ટન્ટ શિક્ષકો ચિકાણી રમણિકલાલ, દેવમુરારી હિનાબેન, દલસાણિયા મિનાક્ષીબેન, ડૉ. જલ્પાબેન કુલતરિયા, રાજપરા ભગવતીબેન, સરડવા ભુમિકાબેન તથા વિરડા ભાવનાબેનને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આજના વિશેષ દિવસે શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકા ડૉ. જલ્પાબેન ફુલતરિયાના જન્મદિવસ નિમિત્તે એક સેવાકીય અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. બાલવાટિકાથી ધોરણ 8 ના કુલ 235 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટમાં આપીને જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ પરિવારે ડૉ. જલ્પાબેનને જન્મદિનની શુભકામનાઓ પાઠવી તેમની આ ઉત્કૃષ્ટ ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત, મૂળ ખાનપરના વતની અને હાલ મોરબી સ્થિત શ્રી ઘનશ્યામસિંહ જાડેજા (શ્રી શક્તિ મેડિકલ સ્ટોર – ગાંધી ચોક વાળા) તરફથી શાળાને 1000 થી 1100 નંગ જેટલી શૈક્ષણિક વસ્તુઓ દાન પેટે અર્પણ કરવામાં આવી હતી. શાળાના શૈક્ષણિક કાર્યમાં આ મોટું યોગદાન આપવા બદલ સમગ્ર શાળા પરિવારે દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!