KHEDA

મહુધા વેદ હોસ્પિટલની લેબમાં પરણિત યુવકે સ્ટાફમાં સાથે નોકરી કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો

મહુધા વેદ હોસ્પિટલની લેબમાં પરણિત યુવકે સ્ટાફમાં સાથે નોકરી કરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો

બિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી લગ્ન પણ કર્યા

મહુધા વેદ હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતી પંથકની યુવતી પર હોસ્પિટલની લેબમાં સાથે ફરજ બજાવતા સરદારપુરાના મનોજકુમાર ગુલાબસિંહ ભોજાણી દ્વારા શારીરિક અડપલાં કરી મરજી વિરૂધ્ધ યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવતા મહુધા પોલીસે યુવક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુધા રેસ્ટહાઉસ સામે આવેલ શ્યામ આર્કેડ ખાતેની વેદ હોસ્પિટલમાં પંથકની ભોગ બનનાર યુવતી લેબ ટેકનીશીયન તરીકે અને અન્ય યુવક યુવતીઓ નોકરી કરતા હતા.જેમાં ફરજ દરમ્યાન કામકાજના બહાને મનોજ ભોજાણી દ્વારા ભોગ બનનાર યુવતીનો ફોન નંબર મેળવી લીધો હતો.અને ફરજ દરમ્યાન તેમજ ફરજ બાદ ફોન કરી અને ફરજ દરમ્યાન રૂબરૂ આવી મિત્રતા કરવા અને લગ્ન કરવા દબાણ કરતો હતો.ત્યારે ગત વર્ષ 2021 ને એપ્રિલ માસની 21 તારીખે મનોજ ભોજાણી અચાનક કોઈ દર્દીનું સેમ્પલ લઈ લેબમાં પહોંચ્યો હતો.અને અસરગ્રસ્ત યુવતીને જણાવતો કે હું કુંવરો છું તેમ છતાં તમે કેમ મારી સાથે મિત્રતા કે લગ્ન કરવાની ના પાડો છો.તેમ કહી યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કરવા જતા યુવતીએ બુમાબુમ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ મનોજે યુવતીનું મોઢું દબાવી નીચે પટકી દઈ અને યુવતીના કાપડા ઉતારી બળજબરી પૂર્વક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.એટલું જ નહીં પરંતુ યુવતીના બિભત્સ ફોટા મોબાઈલમાં પાડી લીઈ સમગ્ર ઘટના અંગે કોઈને જણાવીશ તો ફોટા સોશિયલ મીડીયઆમાં વાયરલ કરવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ પણ અવારનવાર મનોજ યુવતીને ફોન કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવતો હતો.જેને લઈ આખરે યુવતીએ વેદ હોસ્પિટલમાંથી નોકરી છોડી દીધી હતી.ત્યાર બાદ યુવતીને વિદેશ જવા માટે ફાઈલ ચાલતી હોવાથી અમદાવાદ કે.ડી.હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકપ હોવાથી માટે તા.07/01/2022 ના રોજ ગઈ હતી.ત્યારે મનોજ ભોજાણી અમદાવાદ એજન્ટની ઓફિસ વિજય ચાર રસ્તા હાજર હતો.જ્યાં મનોજે યુવતી સાથે લગ્ન કરવાની ફાઈલ તૈયાર કરેલ ફાઈલમાં યુવતીની બળજબરી પૂર્વક સહી કરાવી હતી.અને અમદાવાદ ઘી કાંટા મેરેજ બ્યુરોમાં ફાઈલ સબમિટ કરાવી મનોજ ત્યાંથી નીકળી ગયો હતો.યુવતી તા.10/01/2022 ના રોજ તેનું મેડિકલ ચેકપ પૂર્ણ કરાવી ઘરે પરત ફરી હતી.બાદમાં મનોજ અવારનવાર યુવતીને ફોટા વાયરલ કરવાના બહાને કઠલાલ કપડવંજ રોડ પર આવેલ રાજમહેલ ગેસ્ટહાઉસ અને મહેમદાવાદ ખાતેના ગેસ્ટહાઉસમાં યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતો રહેતો.આમ ગત જાન્યુઆરી માસમાં યુવતીની સગાઈ થતા સગાઈના ફોટા તેણીના ઘરના સભ્યોએ સોશિયલ મીડિયા દ્વારા સ્ટેટસમાં મુક્યા હતા.જ્યારે સગાઈના એક અઠવાડિયા બાદ યુવતી નડિયાદ કામ અર્થે ગયેલ ત્યાં પણ મનોજ તેને ભટકાઈ ગયો હતો.અને જણાવેલ કે આપણા લગ્ન થઈ ગયા હોવા છતાં તે સગાઈ કેમ કરી કહેવા લાગેલ.અને તેણીના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખી બિભત્સ વિડિઓ અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને નડિયાદથી બસમાં સુરત અને સુરતથી ટ્રાવેલ્સ દ્વારા રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ લઈ ગયો હતો.જૂનાગઢમાં યુવતીની પૂજા નામની મિત્રનો સંપર્ક થતા તેણીની બન્નેવને પોતાના ઘરે લઈ ગઈ હતી.જ્યાં પૂજાએ યુવતીને જણાવ્યું હતું કે તારા માતા પિતા તારી શોધખોળ કરી રહ્યા છે અને તને લેવા માટે આવી રહ્યા છે.જેના પગલે મનોજે યુવતીને મહુધા જઈએ છે તેમ કહી જૂનાગઢથી નીકળી ગયા હતા.અને બાદમાં અમદાવાદથી ખાત્રજ ચોકડી પહોંચી ગયા હતા.જ્યારે મનોજ યુવતીને ખાત્રજથી સીધી અંબાજી લઈ ગયો હતો.અને બાદમાં કપડવંજ આવી કોઈ વકીલનો સંપર્ક કરી મહુધા પોલીસ સમક્ષ બંને હાજર થયા હતા.જ્યાં મનોજ વિરૂધ્ધ પોલીસ સમક્ષ કઈ ના કહેવા હાજર થતા પહેલા વધુ એક વખત ફોટા વિડીયો વાયરલ કરવાની યુવતીને ધમકી આપી હતી.જેથી ઘર પરિવારની આબરૂ બચાવવાની બીકે આખરે પરિવારે હિંમત આપતાં યુવતીએ પોતાની સાથે થયેલ અત્યાચાર મામલે મહુધા પોલીસ મથકે મનોજ ભોજાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે બીજી તરફ મહુધા પોલીસે બળાત્કાર સહીતની કલમો લગાવી મનોજ ભોજાણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોક્ષ :
મહુધા વેદ હોસ્પિટલમાં યુવતી અવારનવાર પીખાતી રહી તેમ છતાં હોસ્પિટલના માલિક સહીત સ્ટાફના એક પણ સાથી કર્મીને જાણ ન થઈ એ નવાઈની વાત છે.ત્યારે અન્ય યુવતીઓ પણ હવસખોરોનો શિકારતો નથી બનતી ને તેવા પંથકમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

બોક્ષ :
મહુધાના સરદારપુરાના ધનજી ફળિયામાં રહેતા મનોજ ગુલાબસિંહ ભોજાણીના પ્રથમ લગ્ન સમાજના રીતિ રિવાજો મુજબ અગાઉ કાપડવંજના અંતિસર તાબેની દાજીબારૈયાની મુવાડી ખાતે રહેતા નટવરસિંહ મગનભાઈ ચૌહાણની દીકરી મંજુલા સાથે થયેલા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!