KHEDATHASRA

શિવજીની યાત્રા પર હુમલો કરનારા 6 પથ્થરબાજો સહિત 15 લોકોની અટકાયત

ખેડા જિલ્લાના ઠાસરામાં ગઈકાલે 15 સપ્ટેમ્બરે શ્રાવણ અમાસના દિવસે શિવજીનો શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સૈયદવાડા પાસે પહોંચતા અસામાજિક તત્વોએ શહેરમાં શાંતિ ડહોળવા પથ્થરમારો કર્યો હતો. હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોના દબાણ કરીને બનવવામાં આવેલા ઘર અને દુકાનો જેવા ચણતર પર સરકારનું બુલડોર ફરી વળશે.

મળતી માહિતી મુજબ ઠાસરા પ્રાંત અધિકારીએ નગરપાલિકાને આદેશ આપ્યા છે અને હંગામી દબાણની માપણી કરાવવા કહ્યું છે. જેને પગલે નગરપાલિકા દ્વારા આવા દબાણોની માપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. માપણી પૂર્ણ થયે દબાણો પર દાદાની બુલડોઝર ફરી વળશે એ નક્કી છે.
ખેડામાં શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવજીની યાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે 6 પથ્થરબાજોની ધરપકડ કરી છે. શિવજીની યાત્રા પર પથ્થરમારા બાદ પોલીસે વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે આ પહેલા 15 લોકોની અટકાયત કરી હતી.

ઠાસરામાં શિવયાત્રામાં પથ્થમારા પછી વિસ્તારમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કાઢી હતી. આ સિવાય પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધી છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મી સહિત છ લોકો ઘાયલ થયા હતા જેમણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે કે ઉપદ્રવીઓને પથ્થરમારા માટે કોને ઉકસાવ્યા હતા? પથ્થર ક્યાંથી આવ્યા? શું આ ઘટનાની પહેલાથી તૈયારી કરાઇ હતી? પોલીસ આ બધા સવાલના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, હવે વિસ્તારમાં શાંતિનો માહોલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!