AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEKHEDARAJKOTSURAT

Heart Attack : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 ના હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં યમરાજાએ જાણે આતંક મચાવ્યો હોય તેમ એક પછી એક એમ 11 જણને હૃદયરોગનો હુમલો આવતા તેમના મોત થયા છે. . જેમાં ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ, અમદાવાદ, કપડવંજ, હાલાર, સુરતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા છે.

સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 15 દિવસમાં 10 હાર્ટ એટેકથી મોતની ઘટના નોંધાઈ છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજે છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે.

ખેડાના કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવતા મોત થયું. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી લોહી પડવા લાગ્યું હતું. ત્યારબાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ડભોઇમાં પણ હાર્ટ એટેકની ઘટના બની છે. 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૈભવ સોની નામના 13 વર્ષના બાળકને ઉલટી આવ્યા બાદ હાર્ટ બંધ થયુ હતું. વૈભવ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. તે બે દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમ્યો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ભાદર 2 ડેમના પાટિયામાં સમારકામ કરતાં 28 વર્ષીય મજૂરનું હાર્ટએટેકથી મોત થયું છે.

રાજકોટ-હાર્ટ એકેટના કારણે ૪૪ વર્ષીય બિલ્ડરનું મોત નિપજ્યું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયાને તેમના ઘરમાં જ હાર્ટએટેક આવ્યો હતો. સવારે ૭ વાગ્યે ઘરે બેભાન હાલતમાં પડી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદમાં શહેરમાં ગરબા દરમિયાન મોત નિપજ્યાનો પહેલો બનાવ બન્યો છે. ગરબા રમવા દરમિયાન હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નિપજ્યું છે. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગુરુવારના રોજ ગરબા દરમિયાન 12 વાગ્યાની આસપાસ રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યુ હતુ. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!