GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની શાળામાં “મતદાન મોટું દાન છે” નો ગવાયો ગરબો

તા.૨૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આંગણવાડી બહેનોએ “દસ મિનીટ દેશ માટે” સ્લોગનની બનાવી રંગોળી

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે રાજકોટ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામની ગર્લ્સ હાઈસ્કૂલ અને રાજકોટ શહેરની વિરાણી સ્કુલ ખાતે “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરાણી સ્કુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા “મતદાન મોટું દાન છે” ગરબો ગાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મામલતદારશ્રી વાય.ડી.ગોહિલ અને સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન વાળાએ ઉપસ્થિતોને મતદાન પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા અને ઈ.વી.એમ.ની વિસ્તૃત માહિતી આપી હતી. આંગણવાડી બહેનોએ “દસ મિનીટ દેશ માટે” સ્લોગનની રંગોળી બનાવી હતી. આ અભિયાનમાં ઉપસ્થિત સર્વેએ મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી, બી.એલ.ઓ.શ્રી, આરોગ્યના કર્મચારીઓ, આશાવર્કર તથા આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!