KHEDANADIAD

નડિયાદ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા 2 દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

SRPF ગ્રુપ-7 નડિયાદ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા સેલ્ફ ડિફેન્સ અને અનર્મ્ડ કોમ્બેટ ટ્રેનિંગ પર 2 દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક ટેકનિક શીખી હતી.

આ વર્કશોપ કમાન્ડન્ટ શ્રી અતુલ કુમાર બંસલ (IPS) સાહેબના ઓ ના માર્ગદર્શન હેઠળ અને DYSP શ્રી VR યાદવ સાહેબની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રશિક્ષણ વર્કશોપમાં, શ્રી અમનદીપ સિંઘે પોલીસ જવાનોને શીખવ્યું કે જ્યારે તેઓ હુલ્લડ બંધોબસ્ત, શેરી લડાઈઓ અને વિવિધ સંવેદનશીલ અને દૂરસ્થ વિસ્તારોમાં જાયે છે ત્યારે તેઓને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ત્યારે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું.

પોલીસ જવાનોને બોક્સિંગ પંચ, કિક્સ, એલ્બો સ્ટ્રાઈક, ની એટેક, નાઈફ ફેફેન્સિવ ટેક્નિક વગેરેની તાલીમ આપવામાં આવી હતી.

SRP પોલીસ જવાનોને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે અને બચાવ કરવામાં સફળતા મેળવી શકે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!