BANASKANTHAPALANPUR

થરા કોલેજ ખાતે ઋગ્વેદમાં દાર્શનિકતા અને હિન્દી કથા સાહિત્યમાં સ્રી વિમર્શ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

19 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના થરા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી, વિધા સંકુલ શ્રીમતી કાન્તાબેન કીર્તિ લાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ, થરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંસ્કૃત અને હિન્દી- ઋગ્વેદમાં દાર્શનિકતા અને હિન્દી કથા સાહિત્યમાં સ્રી વિમર્શ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૯/૦૧/૨૩, ગુરૂવારના જીતુભાઈ ધાણધારા મંત્રીશ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરાનાઅધ્યક્ષ સ્થાને યોજાયો.કોલેજના આચાર્ય ડૉ. દિનેશભાઈ ચારણ શાબ્દિક સ્વાગત પ્રવચન દ્વારા મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો.કાર્યક્રમના અતિથિ વિશેષ પદે ડૉ. હેમરાજભાઈ આર.પટેલ પૂ.આચાર્ય, શ્રીમતી કે. કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ,થરા , પરિસંવાદના બીજરૂપ વકતા સંસ્કૃત – ર્ડા.રામનારાયણ શાસ્ત્રી સહઆચાર્ય, સંસ્કૃત વિભાગાધક્ષ રાજકીય મહાવિદ્યાલય,શિરોહી, રાજસ્થાન, ડૉ. અમૃતલાલ જીનગર આ.પ્રો. હિન્દી વિભાગ, વિશ્વ વિદ્યા લય પિન્ડવાડા, રાજસ્થાન , ડૉ.દયાશંકર ત્રિપાઠી,ડૉ.દેવસિંહ રાઠવા સંસ્કૃત હેડ હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી, પાટણ,ડૉ.અર્જુન તડવી ,ડીસા કોલેજ ભાનુભાઈ પટેલ પૂર્વ.પ્રા.ડૉ.સુલભાબેન પંડ્યા,યશપાલ સિંહ ટી વાઘેલા, હાજર રહયાં હતાં. કોલેજના કોમર્સ વિભાગના હેડ પ્રા.ડી.ડી. ઝાલાએ પી.એચ..ડી.ની પદવી તથા વિધાર્થીની નિમિષાબેન શ્રીરામભાઈ જોષી પીએસઆઈ ભરતીમાં પસંદગી પામતાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ ધીરજ કુમાર કે. શાહ પ્રમુખ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ,થરા,મુખ્ય મહેમાન ડૉ.રોહિતભાઈ એન.દેસાઈ કુલસચિવ,હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ, પાટણ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ.જયેન્દ્રસિહ જાદવ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત નહીં રહી શકતાં શુભેચ્છા સંદેશ પાઠવેલ.કોલેજના કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન ડૉ.રામજી ભાઈ રોહિતે કરેલ..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!