KHEDAKHEDA CITY / TALUKO

જલારામ વૃદ્ધાશ્રમ, પીજ ખાતે ‘વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે’ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, 15 મી જૂનને વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ તરીકે માન્યતા આપી છે. જેનો ઉદ્દેશ્ય સમાજમાં, પરિવારમાં, વૃદ્ધ વ્યક્તિ દ્વારા સહન કરવામાં આવતી સમસ્યાઓ,દુર્વ્યવહાર અંગે જાગૃતિ લાવવાનો અને એક સ્વાસ્થ્ય અને વૃદ્ધ મૈત્રીપૂર્ણ સમાજ બનાવાનો છે. આ પ્રસંગે ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ એલ્ડર લાઈન-14567( સિનિયર સિટીજન હેલ્પલાઇન) કે જેનું અમલીકરણ સંસ્થા હેલ્પએજ ઇન્ડિયા દ્વારા જલારામ વૃદ્ધાશ્રમ, પીજ ખાતે ‘વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે’ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર- એલ્ડર લાઈન 14567 હિરેન્દ્ર પરમાર, સી ટીમ વસો પોલીસ સ્ટેશન તરફ થી જીગ્નેશભાઇ પરમાર તથા સેજલબેન , વસો તાલુકા કોર્ટ તરફ થી એડવોકેટ બી.ડિ.વ્યાસ તથા યુ.સી.મહિડા અને 181 મહિલા અભયમ ટીમ રીટાબેન, કવિતાબેન તથા હેમલતાબેન હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજમાં વૃદ્ધો ઉપર થતા વિવિધ પ્રકારના દુર્વ્યવહાર અને તેને કેવી રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફ થી કાર્યરત વિવિધ હેલ્પલાઇન અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકના મૂળભૂત અધિકારો, માતા પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ ૨૦૦૭ તથા વરિષ્ઠ નાગરિકો માટેની કાનૂની સેવા અંગે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ.

Back to top button
error: Content is protected !!