
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ ઓગસ્ટ : કોડાય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો. હેડ કોન્સ. મુળરાજભાઇ કે. ગઢવી તથા પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા નાઓને બાતમી હકિકત મળેલ કે, મોટા ભાડીયા ગામના મોરાવાડી વિસ્તારમાં આવેલ પાલુ કાયા મૌવર (ગઢવી)ની કબ્જા ભોગવટાની વાડીમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ઝડપી પાડેલા આરોપીઓ (૧) પાલુ કાયા મૌવર (ગઢવી)(ઉ.વ.૫૮) રહે. મોટા ભાડીયા તા. માંડવી,(૨) જાવેદ મહેમુદ શેખ(ઉ.વ.૩૫)રહે.મફતનગર તા.રામાણીયા તા.મુંદરા,
નાશી જનાર આરોપી-(૧) વેજા પાલુ મૌવર (ગઢવી) રહે.મોટા ભાડીયા તા.માંડવી,(૨) અરવિંદ ગઢવી રહે.કાઠડા તા.માંડવી,(૩) ભરતસિંહ પ્રેમસંગ જાડેજા રહે.રામાણીયા તા.મુંદરા,
જુગારીઓ પાસેથી ઝડપી પાડેલા મુદ્દામાલ(૧) રોકડા રૂપિયા-૧૨,૨૦૦/-(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૩૦૦૦/-,(૩) ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૧૫,૨૦૦/- મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરતી કોડાય પોલીસ.



