કુંતલપુર ગામે જમીન પચાવી પાડવા માટે યુવાનને માર માર્યો
અવાર નવાર ધાક ધમકી સાથે ઢોરમાર મારતા તત્વો સામે યુવાનની રજુઆત

તા.24/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અવાર નવાર ધાક ધમકી સાથે ઢોરમાર મારતા તત્વો સામે યુવાનની રજુઆત
મુળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા અને મજુરી કરી જીવન નિર્વાહ કરતા મા બાપની છત્રછાયા ગુમાવી બેઠેલા બે યુવાનો જેમાં એક ભાઈ અસ્થિર મગજના હોય તેઓનો મકાન પ્લોટ જમીન પચાવી પાડવા માટે ગામ ના જ બે ભાઈઓ ડાયાભાઈ જાદવજીભાઈ ચમનભાઈ જાદવજીભાઈ એક સંપ કરી ધાકધમકી જાનથી મારી નાખવાની ધમકી સાથે અવાર નવાર ઢોર માર મારી હુમલો કરતાં હોય તેમ ફરિયાદી એ જણાવ્યું હતું અને તેઓનો પ્લોટ જમીન પચાવી પાડવા માટે ધાકધમકી ગાળો ભાંડતા હોય અને તમો ગામ છોડી ભાગી જજો નહીતર જીવતા રહેશો નહીં તેમ ધમકી સાથે લાકડી મારી ગત ૨૩-૬-૨૪ ના રાત્રે આઠ કલાકે હુમલો કરેલ એક લાકડીનો ઘા માથામાં પર મારેલ હોય ત્યારે આ બાબતે મુળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે કુંતલપુરના બેચરભાઈ ભુદરભાઈ કણજરીયાએ ફરીયાદ કરી છે પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો જમીન પચાવી પાડવા માંગતા હોય તેની સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.




