
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા-૧૦ ફેબ્રુઆરી : દર વર્ષે ભારતમાં સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપવા માટે વિવિધ હરીફાઈઓનું રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવે છે જેમાં તરણ સ્પર્ધા,ગીત સંગીત સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, નાટ્ય સ્પર્ધા,બેડમિન્ટન ,લોન ટેનિસ ,ટેબલ ટેનિસ, યોગા ,વગેરે સ્પર્ધાઓ નુ હોય છે જેમાં વર્ષ 2024 /25 માં રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં 40 વર્ષ ઉપરના સ્પર્ધક બહેનોમાં રાજ્યકક્ષાએ પાંચ બહેનોની પસંદગી કરવામાં આવી જે પૈકી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના શિક્ષિકા કૃપા નાકર નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાની પસંદગી થઈ છે જેઓ તારીખ 5 માર્ચ 2025 ના રોજ રાષ્ટ્રીય કક્ષાની યોગ હરિફાઈમાં ચંડીગઢ મુકામે ભાગ લેવા જશે આ અગાઉ બહેન શ્રી ને વર્લ્ડ બુક દ્વારા પર્યાવરણ સરક્ષણ માટે પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતો જેની કચ્છ કલેકટર દ્વારા સરાહના કરવામાં આવી હતી આ સીધી બદલ કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખશ્રી નયનશીભાઈજાડેજા ,રાજ્ય પ્રતિનિધિ શ્રી હરિસિંહભાઈ જાડેજા તથા વિલાસમા જાડેજા અને તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ જાડેજા દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યામાં આવ્યા છે.



