BANASKANTHALAKHANI

લાખણી હેલ્પ ફુલ હ્યુમિનીટી ગ્રુપ દ્વારા પરિક્ષા ની તૈયારી કરતા કરતા વિદ્યાર્થીઓ માટે પરિક્ષા નુ આયોજન કરાયું

નારણ ગોહિલ લાખણી

*બનાસકાંઠા કલેક્ટરશ્રી નાં વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં*22 વર્ગખંડમાં 640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એક કલાક બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર શ્રી અને પી.એસ.પી.એસ.આઇ શ્રી હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

લાખણી તાલુકામાં સેવાનું ઉત્તમ કાર્ય હેલ્પફુલ હ્યુંમીનિટી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જમીન સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરીને સાચા અર્થમાં માનવતાનું ઉત્તમ કામ આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા લાખણી તાલુકાના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે પરીક્ષા લેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજીસ્ટ્રેશન કરાયું હતું જેને આધારે વ્યવસ્થા કરવામાં આવી હતી રવિવારે પ્રાથમિક શાળા નંબર 02મા 22 વર્ગખંડમાં 640 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ પેપર આપીને દરેક વર્ગખંડમાં પરીક્ષકની નિમણૂક કરાઈ હતી કુલ ૨૦૦ ગુણનું પેપર તૈયાર કરવામાં આવ્યું હતું સ્પર્ધાત્મક પરીક્ષાની મેથડ પ્રમાણે પેપર તૈયાર કરાયું હતું પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને વાલીઓ માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી 640 જેટલા વિદ્યાર્થીઓએ લખેલ પેપર તપાસ માટે 25 નિરીક્ષક હતા જેમણે એક કલાકમાં પેપર તૈયાર કરીને પરિણામ તૈયાર કર્યું હતુ ત્યારબાદ જિલ્લા કલેકટર શ્રી પ્રાંત અધિકારીશ્રી લાખણી મામલતદાર શ્રી પી.એસ.આઇ શ્રી ઉપસ્થિતિમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે 168 ગુણ સાથે દરજી સુરેશભાઈ માનાભાઈ (ધુણસોલ ).૧૬૦ ગુણ સાથે બીજા ક્રમાંકે ઠાકોર અશોકભાઈ (દેતાલ દરબારી) અને 156 ગુણ સાથે ત્રીજા ક્રમે વાઘેલા ગોરક્ષી રામસિંહ (નાંદલા )રહ્યા હતા જેમણે આગળ ની તૈયારીઓ માટે લાખણી મામલતદાર શ્રી એમ ડી ગોહિલ તરફથી તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી તેમજ 1 થી 30 ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ગ્રુપ દ્વારા પરીક્ષાના પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટર શ્રી દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સિવાય આ ગ્રુપ દ્વારા કોરોના કાળમાં સારી સેવા કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એક સેવાભાવી ગ્રુપ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરીને આ પંથકમાં ચારે તરફ પ્રશંસા થઈ રહી છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!