ANJARKUTCH

શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરાઈ.

૨૧-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર કચ્છ :- શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરાઈ. અખિલ ભારતિય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પરંપરા મુજબ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 12 જાન્યુઆરીથી લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ૨૩ જાન્યુઆરીની વચ્ચે કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં વડોદરાના હરણીમાં તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.સ્વામીનારાયણ મંદિરના સંતોએ આશીર્વચન પાઠવ્યા.ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક અને પુસ્તક-શાલ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું. જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસીયાએ સંગઠનની વિસ્તૃત માહિતી આપી.મુખ્યા વક્તાશ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગોપાલભાઈ અઘેરા સાહેબે હાજર તમામ સારસ્વત ભગિની બંધુઓને ખૂબ જ પ્રેરણાત્મક ઉદબોધન કર્યુ.આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ,ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ ધરજીયા,જીલ્લા નિરીક્ષકશ્રીઓ જીતેન્દ્રસિંહ પરમાર અને રવજીભાઈ મહેશ્વરી,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અંજાર તાલુકા અને નગરના અધ્યક્ષશ્રીઓ મયુરભાઈ પટેલ અને રઘુભાઈ વસોયા,મહામંત્રીશ્રીઓ પિયુષભાઈ ડાંગર અને હસુભાઈ પરમાર તેમજ અન્ય હોદ્દેદારો અને તાલુકા-નગરના સારસ્વત ભગિની બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમનાં ભોજનના દાતા શ્રી રાકેશભાઈ પ્રજાપતિ ફાઇનાન્સિયલ પ્લાનર અને એસ.બી.આઈ.કસ્ટમર સર્વિસનાઓનો આ તકે સંગઠન વતી ખૂબ ખુબ આભાર વ્યકત કરાયો હતો.કાર્યક્રમનું સમાપન આભારવિધિ અને કલ્યાણ મંત્રથી થયું હતું.આ કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ ડાંગરે કર્યુ હતું.કાર્યક્રમનાં અંતે સૌ સ્વરૂચિ ભોજન લઈને છુટા પડ્યા હતાં તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!