BHUJKUTCH

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું

ભારતના સરહદી અને દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક ચોક્કસ અને ગુપ્ત ઇનપુટના આધારે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમોએ સંયુક્ત રીતે કચ્છના દરિયામાં એક શંકાસ્પદ જહાજને આંતર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઈન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કોકેઇન અનેક બેગમાં ભરેલું હતું અને તેને દિલ્હી મોકલવાનું હતું. અમને પહેલાથી આ મામલે મોટો જથ્થો સપ્લાય થઈ રહ્યો હોવાની જાણકારી મળી હતી.

પ્રાથમિક તપાસ અને સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પકડાયેલો આ નશીલા પદાર્થોનો મોટો જથ્થો યુરોપના દેશોમાંથી વાયા સમુદ્ર માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો હતો. આ ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ કયા વૈશ્વિક માફિયાઓ સક્રિય છે, તેમજ આ જથ્થો ભારતમાં કોને ડિલિવર કરવાનો હતો અને સ્થાનિક સ્તરે આ નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.  ગુજરાત એટીએસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને કચ્છ એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!