
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંબજાર ,તા-૧૬ ઓગસ્ટ : આરસી ભવન અંજાર ખાતે દિવ્યાંગ બાળકો સાથે 15 મી ઓગસ્ટ ની ઉજવણી ઓમ મુસ્કાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી સૌપ્રથમ 60 દિવ્યાંગ બાળકો સાથે ધ્વજવંદન તથા રાષ્ટ્રગીત નો આયોજન કરેલ હતું ત્યારબાદ ઓમ મુસ્કાન ટ્રસ્ટના અધ્યક્ષા ગીતાબેન ચાવડા તેમના ટ્રસ્ટની કામગીરી તથા બાળકોના માટે અમારે શું કરવું જોઈએ એની માહિતી વાલીઓ પાસે થી મેળવી હતી તેઓએ વાલીઓને પણ અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા તથા અંજાર તાલુકામાં એક સ્પેશિયલ સ્કૂલ ચાલુ કરવા માટે પણ એમને અમને જણાવેલ હતું ત્યારબાદ ઓમ મુસ્કાન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને સ્કૂલબેગ ડ્રાયફ્રુટ પેકેટ તથા સેવ બુંદી તથા દાબેલીનો નાસ્તો આપવામાં આવ્યો હતો.. ત્યારબાદ બી.આર.સી.ટીમ દ્વારા સર્વ ટ્રસ્ટ ગણનો શાલ તથા પુસ્તકો આપી આભાર માન્યો હતો ત્યાર પછી ટ્રસ્ટ દ્વારા અમારી આઈઈડી અને આઈઈ ડીએસ ની ટીમ ને સાલ ઓઢાળી આભાર માન્યો હતો.. કાર્યક્રમને સફળ બનાવવા માટે બી. આર.સી.કો ,આઇઈડી અને આઇઈડીએસ ની ટીમે તથા બ્લોક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




