ANJARKUTCH

ભીમાસર પ્રાથમિક શાળામાં ભીમાસર ક્લસ્ટર કક્ષાની નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા સ્પર્ધા યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.

અંજાર, તા-15 ડિસેમ્બર  : શ્રી ભીમાસર પ્રાથમિક શાળામાં ભીમાસર ક્લસ્ટર કક્ષાની નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. સી.આર.સી.કો.ઑ. મહેશ દેસાઈ અને ગ્રુપશાળાના આચાર્યશ્રી દિલીપસિંહ ચૌહાણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.ત્યારબાદ સ્પર્ધા અને તેના નિયમો અંગે માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.ક્લસ્ટરની કુલ 8 સરકારી પ્રાથમિક શાળાનાં 23 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં વાર્તા કથન સ્પર્ધામાં બાલવાટિકાથી ધોરણ 2 માં શ્રી ગોપાલનગર પ્રાથમિક શાળાનો ધોરણ 1 નો વિદ્યાર્થી ડાંગર ધ્વેન શંભુભાઈ, પ્રીપેરેટરી સ્ટેજ વાર્તા કથન સ્પર્ધા ધોરણ 3 થી 5 માં શ્રી પશુડા પ્રાથમિક શાળાની ધોરણ 5 ની વિદ્યાર્થીની ચાવડા કાવ્યા રસિકભાઈ તેમજ મિડલ સ્ટેજમાં વાર્તા લેખન સ્પર્ધામાં ધોરણ 6 થી 8 માં શ્રી ભીમાસર પ્રાથમિક શાળાનો ધોરણ 7 નો વિદ્યાર્થી મકવાણા ભગીરથ કાળુભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ. જે સૌ હવે તાલુકા કક્ષાએ સી.આર.સી.ભીમાસરનું પ્રતિનિધિત્વ કરશે.તમામ વિદ્યાર્થીઓને સી.આર.સી. મહેશ દેસાઈ દ્વારા શિક્ષકોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. નિર્ણાયકો તરીકે મનજીભાઈ સુથાર,મહેન્દ્રભાઈ પટેલ અને નેહલભાઈ ચુડાસમા હતા. ગ્રુપ શાળાનાં આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું આયોજન અને સંચાલન સી.આર.સી.કો.ઑ. મહેશ દેસાઈ દ્વારા કરવામાં આવેલું હતું તેવું તેમની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!