
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૬ ડિસેમ્બર : ભુજ કલેકટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઇ હતી.જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજીત બેઠકમાં વન રેન્ક, વન પેન્શનના પ્રશ્નો, શહિદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટહાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારત્મક ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખશ્રી બ્રિગેડીયર રણબીરસીંગે, વીએસએમ(નિવૃત્ત) રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગોને સાથે રાખીને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપી હતી.ત્રિમાસીક બેઠકમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારીશ્રી હિરેન લીંબાચીયાએ ગેસ્ટહાઉસ માટે જમીન માંગણીની પ્રક્રિયા તથા આરોગ્ય સુવિધા વિષયક હકારાત્મક પગલા અંગે જાણકારી સાથે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સહયોગની ખાત્રી આપી હતી. આ સાથે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળના એકત્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ સ્વામિનારાયણ મંદિર – ભુજ, સમસ્ત નાગોર ગ્રામજનો, કેરા- કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ – કેરા, તાલુકા શિક્ષણાધિકારીશ્રી લખપત, સહજાનંદ ગુરૂકુળ માનકુવા, બી.બી.એમ હાઇસ્કુલ બિદડા, રામ મિનરલ્સ, મોર્રસ્કી કાસ્ટીંગ પ્રા.લિ, વી. કોનક્રીંટ બિલ્ટ પ્રા.લિ, ઇફકો પ્રા.લિ, કંડલા, પ્રફુલભાઇ ચૌહાણ, રાઘવેન્દ્રકુમાર, સિવાનકુમાર, માંડવી પાલિકા, પીજીવીસીએલ વર્તુળ ભુજ, પૂર્વ પોલીસ અધિક્ષકશ્રી ગાંધીધામ, નાયબ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.






