NANDODNARMADA

નર્મદા જિલ્લાના મતદાન મથક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સમીક્ષા કરી

નર્મદા જિલ્લાના મતદાન મથક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સમીક્ષા કરી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નર્મદા જિલ્લામાં મતદાન યોજાયું હતું. જેમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા ૨૧-છોટાઉદેપુર મતવિસ્તારમાં આવેલા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારના મતદાન મથકો તથા ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવેલા ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે બંદોબસ્તમાં ફાળવેલા સુરક્ષાકર્મીઓએ એલર્ટ મોડમાં રહીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તેની પુરતી તકેદારી રખાઇ હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમજ મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!