KHEDAKHEDA CITY / TALUKO

ખેડા જિલ્લાના રૂપપુરામાં ભુવાની ૩૦ વર્ષની ધતિંગલીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા ઠાસરાના રૂપપુરામાં દોરા-ધાગા કરનાર ભુવાનો પર્દાફાશ

રામાપીરના ભુવા રમેશ જીવણભાઈ રાઠોડની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા. બિમાર દર્દીઓના શરીરે નાળીયેર ફેરવી ઉપચાર કરતો હતો. ગામના જાગૃતોએ રજુઆત કરતાં ભાંડાફોડ થયો. ભુવાએ માફીપત્ર સાથે કબુલાતનામું આપ્યું. આરતી સમયે ધૂણીને લોકોના દુઃખ-દર્દ મટાડતો, લાલ-લીલા દોરા આપતો હતો. ખેડા જિલ્લા પોલીસ વડા, ઠાસરા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી. વિજ્ઞાન જાથાનો ૧૨૫૨ મો સફળ પર્દાફાશ.

અમદાવાદ : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રૂપપુરા લાટ ગઢવીના મુવાડા ગામમાં છેલ્લા ૩૦ વર્ષથી દોરા-ધાગા, દર્દીઓને ઉપચાર, ધતિંગલીલા કરનાર ભુવા રમેશ જીવણભાઈ રાઠોડનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ઠાસરા પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૫૨ મો સફળ પર્દાફાશ કર્યો હતો. બિમાર દર્દીઓના શરીર ઉપર નાળીયેર ફેરવી ઉપચાર કરનારનો જાથાએ ભાંડાફોડ કર્યો હતો. ગામ લોકોએ ભુવા સામે રોષ વ્યક્ત કરી જાથાની પ્રશંસા ગ્રામજનોએ કરી હતી.

બનાવની વિગત પ્રમાણે ડાકોર તીર્થધામની બાજુમાં આવેલ ઠાસરા તાલુકાના રૂપપુરા લાટ આસપાસ ગામના પ્રતિનિધિઓ રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે આવી રૂબરૂ હકિકતમાં જણાવ્યું કે અમારી ગામમાં રામાપીર મંદિરનું ધાર્મિક સ્થાન આવેલ છે. તેમાં ભુવા રમેશ તેના પિતા જીવણભાઈ સેવા-પૂજા સાથે જોવાનું કામ કરે છે. પાટોત્સવ સાથે અવારનવાર ઉજવણી કરી મોટેથી માઈકનો અવાજ રાખી રહીશોને ત્રાસ આપે છે. દર રવિવાર, મંગળવાર, ગુરૂવારે સાંજની આરતી પછી દુઃખ-દર્દ મટાડવાનું કામ કરે છે. રમેશ ભુવા બિમાર વ્યક્તિઓના શરીર ઉપર નાળીયેર ફેરવી ઉપચાર કરે છે. લાલ-લીલા દોરા આપે છે. એક હજારથી એકાવન હજાર રૂપિયા વસુલી બાધા રાખવાનું કામ સોંપે છે. સેવકોના ઘરે પધરામણી કરે છે. ભુવા રમેશ સામે મારા-મારીનો ગુન્હો દાખલ થયો છે. ગામ આખું ભુવાથી નારાજ છે. નવા મંદિરના નિર્માણનું કામ ચાલુ છે તેના ફંડ-ફાળાની અપીલ કરે છે. ઝગડાને કારણે ધાર્મિક સ્થાન ફેરવે છે. ભુવાના ચાર-પાંચ ખાસ માણસો વ્યવસ્થા કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી રામાપીરના મંદિરના બદલે ઘરે જોવાનું કામ શરૂ કર્યું છે. ભુવા પરિવાર સેવા-પૂજા કરતા આર્થિક સંપન્ન થઈ ગયેલ છે. આરતી સમયે જ ખાસ ધૂણે છે. ઠાસરા, ડાકોર, સલુણ, આદિવાસી વિસ્તારમાંથી પીડિતો જોવડાવવા આવે છે. ગામ લોકોને ત્રાસ આપે છે. ભુવાની કપટલીલામાંથી મુક્ત કરવા અને સત્યનું ઉજાગર કરવા જાથા સમક્ષ માહિતી સ્તોત્ર આપેલ. ગામ લોકોની હકિકત જાથામાં રજીસ્ટર કરવામાં આવી હતી.

જાથાના ચેરમેન જયંત પંડયાએ ગામ લોકોની હકિકત ખરાઈ કરવા બે વાર મહિલા સદસ્યા ભાનુબેન ગોહિલ અને ભક્તિબેનને રૂપપુરા લાટ મોકલેલ. તેમને લાલ-લીલા દોરા આપ્યા હતા. જરૂરી આધાર પુરાવા મેળવી લીધા, રેર્કોડીંગ કરી લીધું. પર્દાફાશ સંબંધી પુરાવા મળી જતા રમેશ ભુવાનો ભાંડાફોડ કરવાનું નક્કી થયું.

જાથાના ચેરમેન જયંત પંડયાએ પર્દાફાશ સમયે પોલીસ બંદોબસ્ત-રક્ષણની માંગણી રાજયના ગૃહ મંત્રાલય સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ રેન્જ,એસ.પી. ખેડા જિલ્લાને પત્ર પાઠવ્યો. તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ મારફત ઠાસરા પોલીસસ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, સાહિલ રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, ગુલાબસિંહ, ભાનુબેન ગોહિલ, ડાકોરના આયુર્વેદિક ડોકટર યોગેશભાઈ, ખેડા જિલ્લાના જાથાના સદસ્યોને રૂપપુરા લાટ પહોંચી જવા સંદેશો મોકલી દીધો. ટીમ ઠાસરા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ.

જાથાના પંડયા સૌ પ્રથમ પી.એસ.આઈ. આર. કે. સોલંકી, પી.એસ.ઓ., એ.એસ.આઈ. વીણાબેન રાનજીભાઈ સાથે પરામર્શ કરતાં પર્દાફાશ માટે પો. કોન્સ્ટે. દિનેશભાઈ ભાનુભાઈ વાઘેલા, પો.કોન્સ્ટે. વિજયભાઈ ઉદેસંગભાઈ, રાઈટર જયસિંહ, સ્ટાફ રામાપીરના ભુવા રમેશ પાસે જવા નીકળ્યા.

ભુવા રમેશ રાઠોડે ઘરમાં ધાર્મિક મઢ રાખ્યું હોય ત્યાં પહોંચ્યા ત્યારે બે વ્યક્તિ જોવડાવવા બેઠા હતા. પોલીસને જોઈને રવાના થઈ ગયા. જાથાના પંડયાએ પરિચય આપી દોરા-ધાગા, લાલ-લીલા દોરા બતાવ્યા. સાથે મહિલા ભાનુબેનનેો પરિચય આપી બે વાર જોવડાવવા આવ્યા છે. આધાર પુરાવા છે. કાયમી બંધ કરવું, ભવિષ્યમાં માથાકુટ વધે નહિ તેવી સલાહ આપી. અગાઉ જાથા દેખરેખ રાખે છે તેવી ખબર પડી ગઈ હતી. તેથી મંદિરના બદલે ઘરે જોવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ પામી જઈ રમેશ ભુવા અને તેમના પિતા જીવણભાઈએ કાયમી બંધ કરીશું તેવી ખાત્રી આપી. ગામ લોકોની નારાજગીની વાત કરી, નવું ધાર્મિક સ્થાન બને છે તે બતાવવા સઘળી વાત થઈ. સ્થાનિક પોલીસે સમજ આપી, ભવિષ્યમાં મોટો ગુન્હો ન બને તેવું વિચારવા હિતમાં છે.

જાથાના જયંત પંડયા સમક્ષ ભુવો રમેશ ભાંગી પડયો હતો. માફી પત્ર સાથે કબુલાતનામું આપવા સંમતિ આપી હતી. ગામની આગળ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જાથાની પ્રશંસા કરી હતી. ભુવાથી ગામ પરેશાન હતું. લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. ભુવાએ લાયસન્સ વગર ઉપચાર ન કરવો જોઈએ. મંદિરમાં સેવા-પૂજા, પાટોત્સવ ઉજવવો સૌનો કાયમી હક્ક છે. જાથા ધાર્મિક બાબતમાં અડચણ કરતું નથી. ધતિંગ લીલા સંબંધી વાત કરી હતી.

ભુવા રમેશ જીવણે કબુલાતનામું આપી દોરા-ધાગા, ધતિંગ બંધની જાહેરાત કરી હતી. લોકોની માફી માંગી રૂપપુરા લાટમાં જોવડાવવા આવવું નહિ તેવી જાહેરાત કરી દીધી હતી. જાથાના ચેરમેન પંડયાએ અમદાવાદ રેન્જના આઈ.જી.પી., ખેડા જિલ્લ પોલીસ વડા, જિલ્લા એલ.આઈ.બી., જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ, ઠાસરા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો. ઉત્કૃષ્ઠ કામગીરી પો.કોન્સ્ટે. દિનેશભાઈ ભનુભાઈ, વિજયભાઈ ઉદેસંગભાઈએ કરી હતી.

ઠાસરા, ડાકોર, સલુણ, આસપાસ ગામોમાં વિજ્ઞાન જાથાની ખબર પડતા લોકો રસ્તામાં મળવા ઉભા હતા. રમેશ જીવણ ભુવાના પર્દાફાશથી લોકો રાજી થયા હતા. જાથાએ કરેલા ૧૨૫ર મા પર્દાફાશમાં ભાનુબેન ગોહિલ, સાહિલ રાજદેવ, પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ, ડાકોરના યોગેશભાઈ વેદાચાર્ય, સદસ્યોએ ઉત્તમ કામગીરી બજાવી હતી.

રાજયમાં દોરા-ધાગાની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર કરવા અપીલ છે.

ફોટો તસ્વીર : રૂપપુર લાટમાં ૩૦ વર્ષથી દોરા-ધાગા કરનાર ભુવા રમેશ જીવણ રાઠોડનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમ અને ઠાસરા પોલીસની મદદથી કરવામાં આવ્યો હતો. ભુવો કબુલાતનામામાં સહી કરી પોલીસ સ્ટાફ સાથે નજરે પડે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!