KUTCHMANDAVI

કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. ૬૪૭૯૨૦ ની કેશડોલ્સ ચૂકવાઈ.

કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૬૭૦ પરિવારોને રૂ. ૨૧.૧૭ લાખ ઘરવખરી નુકસાની સહાય ચૂકવાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

લાભાર્થીઓને DBT મારફતે સીધી બેન્ક ખાતામાં સહાયની ચૂકવણી કરાઇ.

માંડવી,તા-૦૨ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. ૬૪,૭૯૨૦ રકમની કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરોમાં ૬૭૦ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૨૧.૧૭ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. અસરગ્રસ્તોની સાથે સંપૂર્ણ સંવેદનાથી ઊભી રહેલી સરકારે અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવણી કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૬૯૩ વ્યક્તિઓને કુલ રૂ. ૬,૪૭,૯૨૦ લાખની મળવાપાત્ર આર્થિક સહાય રૂપ કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ જ રીતે ઘરવખરીમાં ૬૭૦ કુટુંબોને રૂ. ૨૧,૧૭,૫૦૦ની ચુકવણી, ૧૨૭૨ પશુ મૃત્યુના કેસમાં અત્યારસુધી ૪૨૩ પશુઓ માટે રૂ. ૧૭,૭૨,૫૦૦ની સહાય ચુકવી દેવાઇ છે જયારે ૧૦૯૮ પશુઓની સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે. જયારે આંશિક પાકા મકાન, આંશિક કાચા મકાન, ઝુંપડા સહાય, માનવ મૃત્યુ તથા માનવ ઇજામાં સહાય આપવાની કામગીરી ચાલુમાં છે. સંપૂર્ણ કાચા મકાન સહાયમાં ચુકવવા પાત્ર રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ચુકવાઇ છે. તમામ લાભાર્થીઓને DBT મારફતે સીધી બેન્ક ખાતામાં સહાયની ચુકવણી કરવામાં આવેલી છે.

Back to top button
error: Content is protected !!