KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાની ધ્રબની શ્રી વલસરા બેલા પ્રાથમિક શાળા ખાતે કિશોરી આરોગ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.

છાત્રોઓ ને સારી જીવનશૈલી સમતોલ આહાર ,કસરત ,સારા વિચારો અને સ્વચ્છતા થકી નિરોગી સ્વાસ્થ્ય.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

◆છાત્રોને એનિમિયા મુક્ત થવા અપાઈ શીખ.

મુન્દ્રા,તા૨૦ ઓક્ટોબર : મુન્દ્રા તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધ્રબ ના સી.એચ.ઓ ડૉ. હસનઅલી અગરિયા ,ઍડૉલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા,ફી.હે.વ.નિતુબેન મકવાણા અને આશાબેન દ્વારા આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમને અનુલક્ષીને આરોગ્ય સ્ટાફ દ્વારા દરેક કિશોર- કિશોરીઓનું વજન ઊંચાઈ ,બી.એમ.આઈ , જેવી આરોગ્ય તપાસ કરવામાં આવી.ત્યારબાદ ઍડૉલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા દ્વારા દરેક કિશોર – કિશોરીઓને આ ઉમર માં થતા વિવિધ ફેરફારો , વૃદ્ધિ વિકાસ અને સ્વચ્છતા વિશે ,પાંડુરોગ, એનિમિયા ના ચિહ્નો વિશે અને તેની સારવાર વિશે,શરીર માં હિમોગ્લોબીન નું મહત્વ સમજાવ્યું , લોહતત્વ ગોળી નું મહત્વ અને સારું આરોગ્ય જાળવવા પોષ્ટીક આહાર લેવો લેવા સમજ આપી. ડૉ.હસનઅલી દ્વારા નિયમિત વ્યાયામ કસરત કરવી. સારા આરોગ્ય માં સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું.કાર્યક્રમ સફળ બનાવવા શાળાના સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવી હતી. અંત માં શાળાના આચાર્ય શ્રી દ્વારા આરોગ્ય કર્મચારી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!