NANDODNARMADA

નર્મદા એલસીબી એસઓજી પોલીસે ટેમ્પોમાં લઈ જવાતો ૬૧ લાખનો સુકો ગાંજો ઝડપી લીધો

નર્મદા એલસીબી એસઓજી પોલીસે ટેમ્પોમાં લઈ જવાતો ૬૧ લાખનો સુકો ગાંજો ઝડપી લીધો

 

કાજુના છોતરાની બોરીઓ નીચે ગાંજાની બોરીઓ સંતાડેલી હતી, એલસીબી પોલીસને શંકાસ્પદ જાણતા ટેમ્પો ચેક કરતા લાખો રૂપિયાનો સુકો ગાંજો ઝડપાયો

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

ગુજરાતના બંદરોએ ઉપરથી મોટી માત્રામાં નશીલા ડ્રગ્સ ઝડપાયા બાદ રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાંથી નર્મદા જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે લાખોની કિંમતનો સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના બીતાડા પાસે એલસીબી પોલીસ માણસો વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક કેસરી કલરનો આઇસર ટેમ્પો MH 23 W 3977 આવતા જે આઇસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતા આઇસર ટેમ્પામાંથી એક આરોપી કુદીને ભાગી ગયો હતો અને આ આઇસર ટેમ્પાને આંતરીને ટેમ્પા ચાલકને ઝડપી પાડી ચાલકને નામ ઠામની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ રાકેશકુમાર લલિતકુમાર બારીક રહે,બંકીમુહન, વી.આઈ.પી.રોડ, પૂરી તા.જી.પૂરી (ઓરિસ્સા) નાનુ જણાયેલ. તેમજ સદર ટેમ્પામાંથી ભાગી ગયેલ આરોપીનું નામ પુછતાં રબીન જેના પુરાનામની જાણ નથી રહે. ભરમપુરનું હોવાનું જણાવેલ. સદર આઇસર ટેમ્પામાં રાખેલ સામાનની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતા આઇસર ટેમ્પાને ચેક કરતાં કાજુના છોતરાની બોરીઓ મળી આવેલ. આ કાજુના છોતરાની બોરીઓની નીચે મીણીયા કોથળાઓ મુકેલ જે મીણીયા કોથળાઓ ચેક કરતાં તેમાં સેલો ટેપ દ્વારા સુકા ગાંજાના પેકેટો બનાવી આ મીણીયા થેલામાં મુકવામાં આવેલ. આઇસર ટેમ્પામાં મળી આવેલ માદક પદાર્થ- ગાંજાની હેરાફેરી કરવા સબબ સદર ટેમ્પા ચાલકને હસ્તગત કરી તથા ભાગી ગયેલ આરોપીને વોન્ટેડ બતાવી NDPS એક્ટ હેઠળ રાજપીપલા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે સમગ્ર ઓપરેશન પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૬૧૧.૪૫૦ કિલો ગ્રામની કી. રૂ. ૬૧.૧૪ લાખ ટેમ્પો નંબર એમ.એચ ૨૩ ડબલ્યુ ૩૯૭૭ ની કિ.રૂ. ૦૫ લાખ સહિત કુલ ૬૬.૮૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

 

** ગુનાના કામે વોન્ટેડ આરોપીઓ

 

(૧) ભેરવ વિપચરન બનમાલી રહે. ગામ ભુગડા ગનજામ ઓરીસ્સા (૨) ધર્મેન્દ્ર અનંત રાઉટ રહે.ગુરુદેવપુર છછીના જગનનાથપુર ગનજામ ઓરીસ્સા (૩) રબીન જેના પુરાનામની જાણ નથી રહે. ભરમપુર નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

## ઓરિસ્સાથી અમદાવાદ લઇ જવાતો હતો ગાંજો…

 

પોલીસે આઇસર ટ્રક નં MH 23 W 3977 ના ચાલકનુ નામ રાકેશકુમારની પુછપરછ કરતા તેણે જણાવેલ કે તા.૨૭/૦૨/૨૦૨૪ના રોજ કુકડખંડી ગનજામ ઓરીસ્સા ખાતે ઉપરોક્ત ભેરવ તથા ધર્મેન્દ્રનાઓ આ માદક પદાર્થ ભરીને આ આઇસર ટ્રક ચાલકને આપેલ અને આ આઇસર ટ્રક સાથે ડ્રાઈવર રાકેશકુમાર તથા રબીન સાથે માલ રવાના કરેલ આ દરમ્યાન ભેરવ તથા ધર્મેન્દ્ર એ આ આઇસર ટ્રક ચાલકને જણાવેલ કે અમે અમદાવાદ મળીશુ તુ અમદાવાદ પહોંચે ત્યારે અમારો સંપર્ક કરવો. ત્યાર બાદ આ આઇસર ટ્રક ઓરીસ્સા થી નીકળી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર થઇને શાહદા થઇને નર્મદા જીલ્લાની હદમાં પ્રવેશી હતી જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બિતાડા પાસેથી ઝડપાઈ ગયો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!