
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
કચ્છના મુંદરા પોર્ટ ખાતે પેટ્રો કેમિકલ મોક-ડ્રિલની પૂર્વ તૈયારી: આરોગ્ય ટીમને CPRની પ્રાયોગિક તાલીમ અપાઈ
મુંદરા, તા. 20 : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવાના આગોતરા આયોજનના ભાગરૂપે સમયાંતરે મોક-એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. આ જ શ્રૃંખલામાં દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઈલ અને પેટ્રો કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ માટે મોક-ડ્રિલનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત કચ્છ જિલ્લાના મુંદરા પોર્ટ ખાતે તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ આ મહત્વપૂર્ણ મોક-ડ્રિલ યોજાવાની છે. આ ડ્રિલની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇમરજન્સી માટે સજ્જ થવા માટે આરોગ્ય ટીમને ખાસ તાલીમ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્રપ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. મેહુલ બદલાણીયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દિકેન મિત્રા દ્વારા ટીમને સી. પી. આર. (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) ની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.
આ ઉપરાંત મોક-ડ્રિલનું સ્થળ નિરીક્ષણ કરીને કંપનીના અધિકારીઓ અને ડોક્ટરો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટેની તમામ પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તાલીમ અને પૂર્વ આયોજન કચ્છ જિલ્લાની આરોગ્ય ટીમને સંભવિત આપત્તિનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવશે.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




