KUTCHMANDAVI

ડૉ બાબાસાહેબ આંબેડકરજી ના મહા પરિનિર્વાણ દિવસે રાપર ખાતે પુષ્પાંજલિ આપી તેમની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાની નેમ.

સમાજમા શિક્ષણ, સંગઠન મજબૂત કરી સ્વાભિમાની સમાજનું નિર્માણ કરવા પર ચર્ચાઓ કરાઈ જેમા બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૭ ડિસેમ્બર : વિશ્વ રત્ન , મહામાનવ ભારતીય સંવિધાન ના રચયિતા ડૉ બાબાસાહેબ આંબેડકરજી ના ૬૮ માં મહા પરિનિર્વાણ દિવસે ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘવાળ સમાજવાડી રાપર ખાતે પુષ્પ અર્પણ તેમજ પ્રબોધન કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં પ્રથમ ગ્રુપના ના કાર્યકરો સવારે ન્યાય કોર્ટ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાએ પુષ્પ અર્પણ કરી મેઘવાળ સમાજવાડી રાપર ખાતે બુધ્ધ વંદના થી કાર્યક્રમ ની શરૂઆત કરી બાબાસાહેબ આંબેડકરજી ને પુષ્પ અર્પણ કરી વિભિવાદન કર્યા બાદ સભા યોજાઇ હતી સભાને સંબોધતા ડૉ આંબેડકર યુવા ગ્રુપ ના સંયોજક અશોકભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપી સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું તેમજ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને ભાઇચારો વધે એ હેતુથી આજનો દરેક યુવાન કાર્ય કરશે તો આપણે આપણા બંધારણીય અધિકારો બચાવી શકીશું અને સમાજને સુરક્ષિત કરી શકીશું બાબાસાહેબ આંબેડકરજી એ કહેલ કે જ્યાં સુધી બંધારણ સુરક્ષિત છે ત્યાં સુધી હું જીવીત જ છુ પણ આજે બાબાસાહેબ નું બંધારણ સુરક્ષિત નથી એવું સ્પષ્ટપણે દેખાય છે કેમ કે હાલે પરિસ્થિતિ એવી છે કે જે સંવિધાન માં લખેલ છે એ અમલમાં નથી અને જે દેશમા થ‌ઈ રહ્યું છે એ સંવિધાન માં ક્યાંક લખેલ નથી એટલે આ લોકતાંત્રિક વ્યવસ્થા ને જાળવી રાખવા જ્ઞાતિ અને ધર્મ થી ઉપર આવીને આપણે આપણા બંધારણીય અધિકારો ને બચાવવાનું કાર્ય કરવું પડશે અને આ કામ માટે પ્રથમ લોકોએ જાગૃત થવું પડશે લોકોમાં જાગૃતિ આવશે ત્યારે જ નવા ભારત નો ઉદય થશે જેથી લોકો ને જાગૃત કરવા સંગઠન દ્રારા સતત જન જાગૃતિ ના કાર્યક્રમો ચાલુ છે અને આવનાર સમય માં વધારે ઝડપ થી આ કાર્ય ચાલુ રહેશે જેમાં યુવાઓ વધુ મા વધુ જોડાય એવું આહ્વાન કર્યું હતું તેમજ લખનભાઇ ધુઆ દ્રારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર તેમજ દારૂબંધી જેવા મૌલિક સમસ્યાનો નું સમાધાન કરવા સત્તા સામે સંઘર્ષ કરવા લોકોને આહ્વાન કર્યું.

હતું સમગ્ર કાર્યક્રમનું નું સંચાલન ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેર ના પ્રમુખ સંજયભાઇ પરમારે કર્યું હતું તેમજ કાર્યક્રમ ને સફળ બનવાઆવા ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલિપભાઈ ગોહિલ, બહુજન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સુંદરભાઈ

સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી , ચૌહાણ , ધર્મેશભાઈ સોલંકી , મહેન્દ્રભાઈ મૂછડિયા, દિનેશભાઇ રાજાભાઈ ગોહિલ, પાંચાભાઈ મકવાણા , ખાનજીભાઈ ભટ્ટી, ભરતભાઈ પરમાર , ઉદયભાઈ ગોહિલ, રમેશભાઈ ગોહિલ , જયેશભાઇ પરમાર, નારણભાઈ સમીયા, બાલાભાઈ મેરિયા , કાનજીભાઈ મેરિયા, બીપીનભાઈ ડોડીયા, દિનેશભાઇ વાઘેલા, સંજયભાઇ ગોહિલ , જીગરભાઈ પરમાર , રામજીભાઈ ભટ્ટી, દામજીભાઈ જાદવ , હેમંતભાઈ ડોડિયા , સમાજના આગેવાનો અરજણભાઇ ગોહિલ, પુંજાભાઈ સોલંકી , મોહનભાઈ ગોહિલ , નરસિંહભાઈ ચૌહાણ, વેરશીભાઈ સોલંકી , કાંતિભાઈ રાઠોડ , અમરતભાઈ રાઠોડ ,સહિત રાપર તાલુકાના ભરમાંથી સમાજના આગેવાનો યુવાઓ મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!