BHACHAUKUTCH

પાંકડસર જાગીર કબરાઉ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.

૩૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભચાઉ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી થી લઈ 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દરમિયાન સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરુપે પાંકડસર જાગીર કબરાઉ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆતમાં પાંકડસર જાગીર ના મહંત શ્રી કૃષ્ણનંદ સ્વામીના આશીર્વાદ સાંપડ્યા હતા તથા મહેમાનો હસ્તે દીપ પ્રાગટય બાદ સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્ર ભાઇ પટેલ એ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરી હતી . ત્યારબાદ મુખ્ય વક્તા અવિનાશ મહારાજ ( પ્રમુખશ્રી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ ) એ સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા એમની કર્તવ્ય ભાવનાની ઝાખી રજૂ કરી શિક્ષકોને રાષ્ટ્ર ને નજર સમક્ષ રાખી જીવનના દરેક તબબકે શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું.તેમજ  બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ આપવા આહવાન  કરી. આ પ્રસંગે માલતીબેન મહેશ્વરી ધારાસભ્યશ્રી ગાંધીધામ, કુલદીપ સિંહ જાડેજા ( પૂર્વ પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા ), એ જે સોલંકી ( T.D.O. શ્રી ભચાઉ ), જનકસિંહ જાડેજા ( ચેરમેન શ્રી બાંધકામ સમિતિ કચ્છ ) , વાઘજીભાઈ પ્રમુખથી ભચાઉ તાલુકા ભાજપ, વિકાસભાઈ રાજગોર, પૂર્વ ભાડા ચેરમેન,   કબરાઉ સરપંચ શ્રી, મોરગર સરપંચ શ્રી રાજેશભાઈ,સમાજ અગ્રણી કાનાભાઈ સહિત તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભાંન્વિત થયા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મંત્રી મુળજીભાઈ ગઢવી,પ્રાથમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગિરી ગોસ્વામી,માધ્યમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા,ભરત ભૂરિયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પટેલ, વ્યવસ્થા પિયુષ પટેલ અને હર્ષદ ચૌધરી  તથા આભારવિધિ તાલુકા મહામંત્રી  પ્રભુભાઈ આહીરએ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!