
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રાજપુર થી કંટાળુ તરફ જતા ભ્રસ્ટાચાર રોડ પર નાના ડીપનું કામ પૂર્ણ કરી બંને બાજુ તોડી નાખેલ પુલનો વેસ્ટ નાખી રસ્તો ચાલુ કરી દેવાયો
રોડ રસ્તાના કામમાં વધતા જતા ભ્રષ્ટાચાર સામે જવાબદાર કોણ…? અરવલ્લી જિલ્લામાં કોન્ટ્રાકટરોના પાપે સરકારી રૂપિયા વેડફાતા હોય તેવો ઘાટ
અરવલ્લી જિલ્લામાં હાલ પણ કેટલીક વાર એવુ પણ જોવા મળી રહ્યું છે કે રોડ રસ્તાને લઈ લાખો થી કરોડો રૂપિયા સુધીના સુધીના કામો થઈ રહ્યા છે છતાં કેમ રસ્તાના કામોમાં વેઠ..? એ એક સળગતો સવાલ છે. જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારથી લઈ એ કેટલાય ડામર રોડમા ક્યાંક ક્ષતી જોવા મળે છે પરંતુ લાખો રૂપિયા થી કરોડો રૂપિયા ખર્ચવા છતાં કેમ ગુણવતા ને લઇ સવાલો ઊભા થાય છે.
મેઘરજ તાલુકામાં બે વર્ષ અગાઉ રાજપુરથી કંટાળુ તરફ જતા ડામર રોડનું કામ કોન્ટ્રાક્ટ ધ્વારા કરવામાં આવ્યું અને હલકી ગુણવતા ને લઇ સવાલો ઊભા થતા છેવટે ડામર રોડ ઉખાડવો પડ્યો અને નવીન બનાવાયો જેમા એક નાનો ડીપપુલ પણ બનાવાયો જેમાં પણ હલકી ગુણવતા ને લઇ તોડી દેવમાં આવ્યો જેમા બે વર્ષ પછી પણ નાનાડીપ પુલનું કામ અધવચ્ચે હતુ જેના કારણે મીડિયા અહેવાલો બાદ કામ એમખેમ રીતે પૂર્ણ કરી નાનાડીપ પુલ પર બંને બાજુ તોડી નાંખેલ પુલનો વેસ્ટ બંને બાજુ નાખી રસ્તાઓ ચાલુ કરી દેવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે નવીન બનાવેલ પુલ ની બંને બાજુ માત્ર જૂનો વેસ્ટ નાખી રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે નાના ડીપ પુલ ડિપની બંને બાજુ નવીન કામ કરવામાં આવ્યું નથી તેમ જણાવ્યું હતું પરંતુ સવાલ એ કે ભ્રષ્ટાચાર રૂપી રોડ કામમાં પણ હવે વેઠ.આજ રસ્તા માં મસ મોટો ભ્રસ્ટાચાર થયો હતો અને તોડવો પડ્યો હતો




