
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માંડવીની કન્યા છાત્રાલયને સ્વ. પ્રતિમાબેન તન્નાના સ્મરણાર્થે ડીપફ્રીજની ભેટ: દાતા પરિવારનો પ્રેરણીય અભિગમ
માંડવી, તા. 18:
માંડવી સ્થિત શેઠ શ્રી પરસોત્તમભાઈ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય ખાતે દીકરીઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે એક પ્રશંસનીય દાન પ્રાપ્ત થયું છે. સ્વ. માતૃશ્રી પ્રતિમાબેન મહેશભાઈ તન્નાના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્રો સર્વેશભાઈ તન્ના અને યજ્ઞેશભાઈ તન્ના તરફથી સંસ્થાને સપ્રેમ ડીપફ્રીજ ભેટ આપવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સિઝનમાં આ છાત્રાલયમાં રાજ્યના અલગ-અલગ ગામોમાંથી અભ્યાસ અર્થે આવતી દીકરીઓને ઠંડુ પાણી અને અન્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા આશયથી તન્ના પરિવાર દ્વારા આ સહયોગ કરવામાં આવ્યો છે. દાતા પરિવારની આ ઉદારતાને સંસ્થાના પ્રમુખ દક્ષાબેન સચદે, મંત્રી શાંતિલાલ ગણાત્રા તથા કારોબારી સમિતિના તમામ સભ્યોએ બિરદાવી હતી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થાના જયાબેન ગણાત્રાએ એક યાદીમાં જણાવ્યું હતું કે ગરમીના દિવસોમાં દીકરીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને આપવામાં આવેલ આ ભેટ ખરેખર સમયસરની અને ઉપયોગી છે. આ તકે સંસ્થાના ટ્રસ્ટી મંડળ, શૈક્ષણિક સ્ટાફ અને છાત્રાલયની તમામ દીકરીઓએ તન્ના પરિવારની આ સેવાની સુવાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




