KUTCHMUNDRA

શિક્ષણ અને સેવાના સમન્વય સાથે મુન્દ્રાના યુવાનોની વ્હારે આવ્યું ‘જય મોર દાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’

વવારના ૧૭ યુવાનોને PSI પરીક્ષા માટે રાજકોટ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બસ સુવિધા પૂરી પાડવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શિક્ષણ અને સેવાના સમન્વય સાથે મુન્દ્રાના યુવાનોની વ્હારે આવ્યું ‘જય મોર દાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’

 

વવારના ૧૭ યુવાનોને PSI પરીક્ષા માટે રાજકોટ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બસ સુવિધા પૂરી પાડવામાં આવી

મુન્દ્રા/દેશલપર (ગુંતલી), તા. 18:

શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક સેવાની ભાવના સાથે કાર્યરત ‘જય મોર દાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ફરી એકવાર પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકાના વવાર ગામના ૧૭ જેટલા ઉત્સાહી યુવાનો, જેઓ PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર)ની પરીક્ષા આપવા માટે રાજકોટ જવાના હતા, તેમના માટે ટ્રસ્ટ દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓ માટે ઘણીવાર લાંબા અંતરના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવું એ આર્થિક અને પરિવહનની દ્રષ્ટિએ પડકારજનક હોય છે. યુવાનોની આ મુંઝવણને સમજીને જય મોર દાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પરિવહન સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ વ્યવસ્થાને કારણે તમામ ઉમેદવારો કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક થકાવટ વગર સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા હતા.

ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને પગલે પરીક્ષાર્થી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ ટ્રસ્ટના આ સેવાકાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આવા પ્રોત્સાહક પગલાંઓથી ગ્રામીણ પ્રતિભાઓને આગળ આવવાની નવી તક મળે છે. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ શૈક્ષણિક ક્ષેત્રે આવા જ પ્રેરણાદાયી કાર્યો થતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ: જગદીશ દવે – દેશલપર (ગુંતલી)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!